________________
“તેથી બધાં જ અનુષ્ઠાનો ચિત્તશુદ્ધિના ઉદ્દેશથી કરવાં જોઈએ, કારણ કે વિશુદ્ધ અને એકાગ્ર ચિત્ત એ જ ઉત્તમ ધ્યાનરૂપ છે.” - અહીં શ્રીસિદ્ધષિગણિ મહારાજાએ આપણી આરાધના પદ્ધતિના સંપૂર્ણ માળખાનો નિર્દેશ કરી દીધો છે, માર્ગાનુસારીપણાના ગુણોના અભ્યાસથી માંડીને દેશવિરતિ શ્રાવકપણાના વિવિધ અનુષ્ઠાનો-વ્રતો અને નિયમો કે સર્વવિરતિપણાનું, મહાવ્રતોનું બાહ્ય આચરણ એ જિનશાસન નિર્દિષ્ટ આધ્યાત્મિક જીવનની શરૂઆત માત્ર છે. પ્રારંભિક નીતિમય જીવન, દાનાદિનો અભ્યાસ અને વ્રત-નિયમો જીવનશુદ્ધિ અને સંપૂર્ણ જીવજગત સાથે અમાપ પ્રેમના વિકાસ અર્થે ઉપદેશેલ છે. હૃદયની વિશાળતા તથા ચિત્તની નિર્મળતા અને એકાગ્રતા દ્વારા આધ્યાત્મિક વિકાસનો આગળનો માર્ગ સરળ કરવો એ છે એ બધાનું ધ્યેય.
આમ આપણાં વત, નિયમ, સંયમાદિ અનુષ્ઠાનો હૃદયની વિશાળતા, વિશ્વપ્રેમ અને મૈત્ર્યાદિભાવનાના વિકાસમાં સહાયક બની, આપણા ચિત્તની મલિનતા દૂર કરી તેને ધર્મધ્યાન માટે યોગ્ય બનાવે છે. ધ્યાન વડે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. આત્મજ્ઞાન પછી જ મોક્ષપ્રાપક ધર્મજીવનની ખરી શરૂઆત થાય છે.
આત્મજ્ઞાન એટલે શું ? લોકભાષામાં જેને માટે “આત્મસાક્ષાત્કાર” શબ્દ વપરાય છે, એ અનુભવને શાસ્ત્રકારો “આત્મજ્ઞાન” શબ્દ વડે ઓળખાવે છે.
• "आत्मज्ञानं च नात्मनः कर्मभूतस्य पृथक् किंचित्, अमित्वात्मनश्चिद्रुपस्य स्वसंवेदनमेव મૃત, નાડોચાત્મજ્ઞાનં નામ ”
' અર્થાત સ્વાનુભૂતિ એ જ આત્મજ્ઞાન છે, આત્મજ્ઞાન એ આનાથી જુદી કોઈ ચીજ નથી.” - શ્રી યોગશાસ્ત્ર અ. ૪, શ્લો. ૩ ટીકા. ' સમ્યક્ત્વની પ્રતિષ્ઠા આ આત્માનુભૂતિની દઢ પીઠિકા ઉપર છે. “આત્મા છે” અર્થાત્ જીવ નામે એક સ્વતંત્ર દ્રવ્યનું અસ્તિત્વ છે અને તે દેહથી ભિન્ન છે એટલું જ નહિ પણ કર્મથી પણ ભિન્ન છે એવી દઢ પ્રતીતિ ઉપર સમ્યકત્વનું મંડાણ છે. ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી મહારાજ આ વાત કરતાં કહે છે કે,
“ઠરે તિહાં સમકિત તે થાનક, તેહનાં ષટવિધ કહીએ રે, તિહાં પહિલું થાનક “છે ચેતન-લક્ષણ આતમ લહીએ રે, ખીરનીર પરે પુગલમિશ્રિત, પણ એહથી છે અલગો રે, અનુભવહંસ ચંચુ જો લાગે, તો નવિ દીસે વલગો રે
- શ્રીસમકિત સડસઠ બોલની સજઝાય, ૬૨, “સમકિત વિના ઉગ્ર ચારિત્ર પણ નિરર્થક છે “એમ કહીને, શાસ્ત્રકારો આપણને
ધર્મ અનુપ્રેક્ષા • ૨૯૯