________________
સાધના પ્રક્રિયા (આપણી સાધનાપ્રક્રિયાની સ્પષ્ટતાથી સભર આ શાસ્ત્રીય તેમ જ મનનીય લેખમાં આત્મનિરીક્ષણ'નો જે પ્રધાન ધ્વનિ ગૂંજી રહ્યો છે, તે ધર્મના સાધક માત્રને જરૂર પ્રેરક નીવડશે એવી શ્રદ્ધા છે. સં.)
ધર્મસાધના એ આત્મા અને કર્મ (Spirit and matter)ને જુદા પાડવાનો પ્રયોગ છે–એક process- પ્રક્રિયા છે. એ પ્રક્રિયાનું માનવદેહ એ મુખ્ય સાધન-apparatus છે. વર્તમાનકાળે આપણને પ્રાપ્ત એ સાધન પરિપૂર્ણ નથી તેથી એ પ્રક્રિયાના અંતિમ પરિણામ–વિશુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ સુધી આપણે ન જઈ શકીએ એ બને, પરંતુ સાધનાપ્રક્રિયા જો યથાયોગ્ય રીતે થાય તો વર્તમાનકાળે, આ ક્ષેત્રમાં અને આ દેહથી પણ આત્મસ્વરૂપની ક્ષણિક અનુભૂતિ સુધીનું પરિણામ તો પ્રકટી શકે છે.
- આપણી સાધના આ દિશામાં ચાલી રહી છે કે નહિ એની કોઈ પ્રતિતિ આ જીવનમાં આપણને મળી શકે ખરી ?
આપણી સાધના યોગ્ય દિશામાં ગતિ કરી રહી છે કે નહિ એ સમજી શકવા આરાધનાના બે મુખ્ય અંગો-જ્ઞાન અને ક્રિયાનું કંઈક સ્પષ્ટ દર્શન કરી લેવું અનિવાર્ય છે. “જ્ઞાનજિયાખ્યાં મોક્ષ: ” એ સૌને પરિચિત સૂત્ર છે. મોક્ષ છે આપણું અંતિમ ધ્યેય. ત્યાં સુધી પહોંચાય સાધનાથી. જ્ઞાન અને ક્રિયા બે પૈડાં છે એ સાધના રથના. એ બે ઉપર જ આપણા સાધનારથે ગતિ કરવાની છે. જેના આધારે સાધનાનો રથ મુક્તિપુરી ભણી દોડાવવાનો છે એ આપણાં જ્ઞાન અને ક્રિયાના ચક્રો સાજાં સમાં છે કે નહિ ? એનું પૂર્વ પરીક્ષણ કરી લેવાનો આ આપણો શ્રમ વ્યર્થ તો ન જ લેખાવો જોઈએ. અવકાશયાત્રા માટે રોકેટ ઉપડે છે એ પૂર્વે એની કેટલી ચકાસણી કરે છે આ વૈજ્ઞાનિકો ? આપણે તો એથીયે દૂર દૂર પહોંચવાનું છે.
એ બેમાંથી આજે આપણે ક્રિયાયોગની વિચારણા કરીશું. - આત્મા અને કર્મ ખીર અને નીર–દૂધ અને પાણીની જેમ એકમેક થઈ ગયેલ છે. જેમ પ્રક્ષાલ કરતાં પાણીમાં દૂધ મેળવે છે ત્યારે પાણીના સ્વભાવમાં પરિવર્તન આવેલું દેખાય છે. એ મિશ્રણનો રંગ કંઈક ધોળો, જ્યારે પાણીને કોઈ રંગ નથી. પાણી પારદર્શક હોય છે પણ દૂધ મળતાં એ પારદર્શક રહેતું નથી. તેમ કર્મ સાથે ભળવાથી આત્માના સ્વભાવમાં પણ પરિવર્તન થયેલું દેખાય છે. વિકૃતિ આવી જાય છે સુખ, આનંદ, જ્ઞાન અને પરોપગ્રહ જીવનો સ્વભાવ છે, પણ કર્મના સંયોગથી તે દુઃખી,
- ૧. “પરસ્પરોપગ્રહો નીવાનામ્ " - શ્રીતત્ત્વાર્થસૂત્ર.
ધર્મ અનુપ્રેક્ષા • ૨૯૩