________________
આપી, પૂર્વ દિશાના સિંહાસન ઉપર બિરાજમાન થાય છે. બંને પગ પાદપીઠ ઉપર સ્થાપે છે અને “નમો તિથ્થસ"ના વચનોચ્ચારપૂર્વક તીર્થને નમસ્કાર કરી કલ્યાણમય ધર્મદેશના ફરમાવે છે. સમવસરણમાં વિદિશાઓને વિષે પર્ષદાઓ બેસે છે.
મુનિવરો, વૈમાનિક દેવીઓ અને સાધ્વીઓ એ ત્રણ પર્ષદાઓ પૂર્વ દિશાના દ્વારથી પ્રવેશ કરી અગ્નિ ખૂણામાં બેસે છે. આગળ પહેલા મુનિઓ તેમની પાછળ વૈમાનિક દેવીઓ અને તેમની પાછળ સાધ્વીજીઓની પર્ષદા બેસે છે.
ભવનપતિની દેવીઓ, જ્યોતિષીની દેવીઓ અને વ્યંતરની દેવીઓ એ ત્રણ પર્ષદાઓ દક્ષિણ દિશાના દ્વારથી પ્રવેશ કરી નૈઋત્ય ખૂણામાં બેસે છે.
I
-
સોય જેવા થજો, કાતર જેવા નહિ
સોય સાંધવાનું કામ કરે છે અને કાતર કાપવાનું કામ કરે છે. બે જુદા હોય તેને સોય એક કરી આપે છે. બે એકમેક હોય–અખંડ હોય તેને કાતર છૂટા પાડે છે.
એ પ્રમાણે કેટલાક માણસો સોય જેવા હોય છે. તેઓ એકબીજાને સમજાવીને મેળવી આપે છે–સંપ કરાવી આપે છે. ગમે તેવા વેર-વિરોધ દૂર કરીને એક કરી આપવાનું કામ એવા માણસોને ગમે છે. તેમના વચનો કેટલીક વખત સોયની અણીની માફક શરૂઆતમાં જરા તીખા લાગે પણ પરિણામ ઘણું મીઠું લાગે છે.
જ્યારે કેટલાક માણસો કાતર જેવા હોય છે. તેમનું કામ એકબીજાને લડાવી મારવાનું–છૂટા પાડવાનું. એ માણસો બહારથી મોટા જેવા દેખાતા હોય પણ તેમનું કાર્ય ઘણું જ ભયંકર છે.
દરજીને ત્યાં સોય ને કાતર બને હોય છે, પણ તેના કાર્યને હિસાબે તે બન્નેને દરજી યોગ્ય સ્થાને રાખે છે. સોયને પાઘડીમાં ભરાવે છેમાથે ચડાવે છે, કારણ કે તે સાંધવાનું સારું કાર્ય કરે છે. કાતરને પગ નીચે દભાવે છે, કારણ કે તે કાપવાનું ખરાબ કામ કરે છે.
સોય જેવા થજો પણ કાતર જેવા નહિ, જો સોય જેવા થશો તો ઊંચે સ્થાન મળશે અને કાતર જેવા થશો તો નીચે.
- પ. પૂ. પં. શ્રીધુરન્ધરવિજયજી ગણિવર
T
ધર્મ અનુપ્રેક્ષા • ૨૬૩