________________
ભોક્તા છે.
શ્રીઅરિહંત ભગવંતો સમવસરણમાં બેસી અગ્લાનપણે ધર્મદેશના આપે છે.
જે ક્ષેત્રમાં સમવસરણ રચાય છે તે ક્ષેત્રની ભૂમિમાંથી એક યોજન સુધી ચારે બાજુથી વાયુકુમાર દેવતાઓ કચરો વગેરે સાફ કરી ભૂમિને શુદ્ધ કરે છે. મેઘકુમાર દેવતાઓ સુગંધી જળની વર્ષા કરી ભૂમિની રજને શમાવે છે. છએ ઋતુના અધિષ્ઠાયક દેવો નીચા ડીંટવાળા પાંચવર્ણના સુગંધી કુસુમોની વૃષ્ટિ કરે છે, ત્યારબાદ વાણવ્યંતર દેવતાઓ મણિ, સુવર્ણ અને રત્નોથી સુશોભિત પીઠબંધ (ભૂમિકા) રચે છે. એ પીઠબંધ ઉ૫૨ ભવનપતિ દેવતાઓ સોનાનાં કાંગરાવાળો રૂપાનો બહારનો ત્રીજો ગઢ રચે છે. જ્યોતિષી દેવતાઓ રત્નોના કાંગરાવાળો સુવર્ણમય મધ્યનો બીજો ગઢ રચે છે અને વૈમાનિક દેવો મણિમય કાંગરાવાળા રત્નમય અંદરના પ્રથમ ગઢની રચના કરે છે.
પૃથ્વી ઉપ૨થી એક હાથ પહોળા અને એક હાથ ઊંચા દશ હજાર પગથીયાં ચઢીએ ત્યારે બહારનો પ્રથમ ગઢ આવે પછી પચાસ ધનુષ સપાટ ભૂમિવાળો ભાગ ચાલીએ ત્યારે પાંચ હજાર પગથીયાં ચઢવાના આવે ત્યારબાદ બીજો ગઢ આવે. ત્યાં પણ પચાસ ધનુષ સપાટ ભૂમિ ચાલી, પાંચ હજાર પગથીયાં ચઢીએ એટલે ત્રીજો ગઢ આવે ત્યાં પણ એક ગાઉ અને છસો ધનુષ પ્રમાણની સપાટ ભૂમિ હોય છે. તે સપાટ ભૂમિના મધ્ય ભાગમાં ચારે બાજુ ચાર દ્વારવાળી, પ્રત્યેક દ્વારે ‘ત્રણ-ત્રણ પગથીયાંવાળી તેમ જ શ્રીજિનેશ્વરદેવના શરી૨ પ્રમાણ ઊંચાઈવાળી બસો ધનુષ લાંબી, પહોળી, ચોરસ અને પૃથ્વીતલથી ઊંચી મણિપીઠિકા હોય છે.
તે તે જિનેશ્વરદેવના શરીરથી બારગણું ઊંચું અને એક યોજનથી કંઈક અધિક વિસ્તારવાળું અશોકવૃક્ષ હોય છે. એના તળે (દેશના દેવાની ભૂમિએ) દેવછંદક હોય છે. તેની ઉપર પાદપીઠથી યુક્ત સ્ફટિક રત્નમય ચાર સિંહાસન હોય છે. ચારે દિશાના એ ચારે સિંહાસનોને પ્રત્યેક ત્રણ ત્રણ છત્રો હોય છે. ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ દિશાના સિંહાસનો ઉ૫૨ વ્યંતરોએ વિપુર્વેલા પ્રભુના ત્રણ પ્રતિબિંબ હોય છે. ચારે દિશામાં સુવર્ણકમલ ઉ૫૨ સ્ફટિક રત્નમય ચાર ધર્મચક્રો હોય છે. ત્રણે ગઢની ચાર બાજુના મળી બાર દ્વાર આગળ ધ્વજ, છત્ર, મકર, અષ્ટમંગળ, પુતળી, પુષ્પમાળા, વેદિકા પૂર્ણકળશ, મણિમય તોરણ, ત્રિક અને ધૂપઘટા આ સર્વ વસ્તુઓ વ્યંતર દેવો વિકુર્વે છે.
સમવસરણની બહાર ચારે દિશામાં એક હજાર યોજન પ્રમાણ દંડવાળા નાની નાની ઘંટડીઓ અને ધ્વજાઓથી યુક્ત (૧) ધર્મધ્વજ, (૨) માનધ્વજ, (૩) ગુજધ્વજ, (૪) સિંહધ્વજ નામના ચાર ધ્વજો હોય છે. અહીં તે તે પ્રભુના આત્માંગુલથી ધ્વજ વગેરેનું પ્રમાણ ગણાય છે. શ્રીઅરિહંતો પૂર્વ દિશાના દ્વારેથી પ્રવેશ કરી પ્રદક્ષિણા ૨૬૨ • ધર્મ અનુપ્રેક્ષા