________________
નિઃસ્વાર્થતા અને નીતિમત્તા આ પર્યાય શબ્દો છે.
આમ, ધર્મનો પ્રારંભ પરાર્થભાવના બીજથી થાય છે અને ધર્મની પૂર્ણતા પણ પરાર્થની સિદ્ધિ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે.
"दशसंज्ञाविष्कंभणयोगे सत्यविकलं ह्यदो भवति ।
પતિનિરતસ્ય સવા ગંભીરોવરમાવસ્ય ।'' ષોડશક ૫, ગા. ૧૦. “શ સંજ્ઞાઓના નિરોધથી કે નિરોધના ઉત્સાહથી સદા પરહિતમાં રત રહેનાર, ગંભીર અને ઉદાર વ્યક્તિનું સદનુષ્ઠાન પરિપૂર્ણ બને છે.” એટલે કે સ્વાર્થપરાયણ વ્યક્તિો દશ સંજ્ઞાઓના નિરોધનો પ્રયત્ન સફળ નથી બની શકતો, કારણ કે જ્યાં સુધી મનમાં સ્વાર્થવૃત્તિ છે, ત્યાં સુધી તેમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે અધમ વૃત્તિઓનું અસ્તિત્વ હોય જ. સુખેથ્થુ, સંકુચિત અને સ્વાર્થી મન ઇંદ્રિયોની દોરવણી સ્વીકારી આખરે આત્માને વાસનાના કીચડમાં જ ખેંચી જાય છે, નિષ્કામ સેવા, દાન અને પ્રેમના અભ્યાસપૂર્વકની આરાધનાથી જ આધ્યાત્મિક ઉન્નતિ સાધી શકાય છે. આ વિચાર મનમાં સંસ્થિર થવો જોઈએ.
ધર્મનો માપદંડ
હવે, પ્રશ્ન થશે કે “હિંસાદિ પાપો કરવાથી નરકાદિ દુર્ગતિ પ્રાપ્ત થાય છે.” એ રીતે વિપાકનું દર્શન શાસ્ત્રકારો ઠેર ઠેર કરાવે છે અને એ રીતે વિપાકદર્શન કરાવી જીવોને એ પાપો કરતા વાળી લેવાનો તેમનો આશય જણાય છે, એનું શું ?
સમાધાન : જગતના જીવો જ્યારે ધર્મના પરિચયમાં આવે છે ત્યારે પ્રારંભકાળમાં તો તેમાંનો મોટો ભાગ “સ્વ”માં જ પૂરાયેલો હોય છે. તે પ્રારંભિક અવસ્થામાં એમને બીજાનું શું થાય છે એની પડી નથી હોતી, પણ મારું દુ:ખ કોઈ રીતે ટળે છે ? મને સુખ આપનાર કોઈ પ્રવૃત્તિ કે જીવનપદ્ધતિ છે ?” એ વિચારમાં તેઓ ગળાડૂબ હોય છે. એ અવસ્થામાં તેઓ ‘સ્વ'ને સ્પર્શતી વાત પ્રત્યે જ ખેંચાય એ સ્વાભાવિક હોવાથી, પરમ કરુણાળુ જ્ઞાનીઓ સ્વાર્થમાં પૂરાયેલા એવા જીવોનું પણ હિત કરવાની બુદ્ધિથી પ્રારંભ કાળમાં એમને પાપાચરણના વિપાકનું દર્શન કરાવી પહેલાં એમને પાપપ્રવૃત્તિમાંથી બહાર કાઢે છે. તીવ્ર સંક્લેશવાળા જીવોને મંદ સંકલેશવાળા કરવાનો એમનો એ પ્રારંભિક પ્રયાસ છે.
એ રીતે સદ્વ્યવહારમાં જોડીને એ જીવોને પ્રથમ લઘુકર્મી બનાવવાનો જ્ઞાનીઓનો આશય છે. જેથી વૃત્તિઓની શુદ્ધિ-અશુદ્ધિ સમજવા માટે તેઓ યોગ્ય બને. પરમાર્થિક ધર્મ તો વૃત્તિની સુધારણામાં છે, નહિ કે માત્ર પ્રવૃત્તિની ફેરબદલીમાં. ધર્મ અનુપ્રેક્ષા ૦ ૨૭૭