________________
ધર્મની વ્યાખ્યા કરતાં યોગવિંશિકાની ટીકામાં પૂ. ઉપા. શ્રીયશોવિજયજી મહારાજ કહે છે કે, “ધતાવા મિત્ર વિમેન પુષ્ટિ શુદ્ધિમન્વિમેવ ” રાગાદિ મળનો હ્રાસ થવાથી પુષ્ટ અને નિર્મળ બનેલું ચિત્ત એ ધર્મ છે.” નિર્મળ ચિત્ એ ધર્મ છે અને ચિત્તને મલીન કરનાર રાગ-દ્વેષ અને મોહરૂપ મળ છે. સ્વસુખનો રાગ, સ્વદુઃખનો વૈષ અને મોહ એટલે કે પોતાની જેમ બીજા જીવો પણ સુખના અર્થ છે, દુઃખથી પીડિત છે, એ નજરે દેખાતી વસ્તુસ્થિતિને ન સમજી શકવારૂપ મૂઢતા, આ ત્રણ મળો મનને મલિન રાખે છે, એ મળો ઓછા થાય ત્યારે આત્મામાં ધર્મને પ્રવેશ મળે. અર્થાત કેવળ સ્વસુખ ઉપરનો રાગ અને સ્વદુઃખનો દ્વેષ ટળે નહિ તથા બીજા દુ:ખીના દુઃખ દૂર થાય, સુખ મળે એવી ઈચ્છા જાગે નહિ, એટલે કે પરાર્થપ્રધાનવૃત્તિ બને નહિ ત્યાં સુધી નિર્મળ ધર્મ આત્મામાં આવે નહિ.
આથી એ વિચાર સુસ્પષ્ટ થઈ જાય છે કે તપ, જપ કે સંયમાદિ પ્રવૃત્તિ કેટલી થઈ એના આંકડા ઉપરથી “આટલો ધર્મ થઈ ગયો” એવો સંતોષ માની લઈએ તો કોઈ વાર ભ્રમમાં રહી જઈએ. જેમ કોઈ વેપારી પેઢી કેવળ પોતાના વેપારના આંકડાથી સંતોષ નથી માનતી, પરંતુ સરવૈયામાં નફાનો આંકડો જુએ છે, તેમ આપણે પણ આપણી ધર્મપ્રવૃત્તિથી આપણી વૃત્તિની સુધારણા કેટલી થઈ–સ્વાર્થવૃત્તિ કેટલી ટળી અને પરાર્થવૃત્તિ કેટલી ખીલી ?–એ માપદંડથી આપણા ધર્મનું માપ કાઢવું જોઈએ.
આજ્ઞા બહુમાન જેટલી આપણી વૃત્તિ બદલાઈ તેટલો જ ધર્મ થયો. “ધર્મ શુભાત્મપરિણામ હોવાથી સદા આંતરિક (ચિત્તગત) છે.” આવો નિર્મળ આત્મપરિણામ કર્મની લઘુતાથી પ્રાપ્ત થાય છે અને વિપાકદર્શનથી પણ જીવ જ્યારે પાપાચરણ છોડીને સવ્યવહારમાં રહે છે ત્યારે તેથી કર્મલઘુતા પ્રાપ્ત કરી શકે છે. તેથી, પરમ કરૂણાવાળા જ્ઞાનીઓ વિપાકનો ભય બતાવીને પણ જીવોને ધર્મપ્રવૃત્તિમાં જોડે છે. પરંતુ ધર્મ પામવા પહેલાંની એ પ્રારંભિક અવસ્થા છે, એ આપણે ભૂલવું ન જોઈએ.
ધર્માનુષ્ઠાનોની આપણી પ્રવૃત્તિની પાછળ આપણા અંતરમાં કઈ વૃત્તિ રહેલી છે એનું સંશોધન નિત્ય કરતા રહેવું જોઈએ. તો એ પ્રવૃત્તિ આપણને વૃત્તિની સુધારણારૂપ વાસ્તવિક ધર્મ સુધી લઈ જાય.
ધર્મ પ્રવૃત્તિના વધારા સાથે આપણી વૃત્તિની સુધારણા થઈ રહી છે કે નહિ એ
૧. “પણો
સતપરિણામરૂવો નવરં સરૂ સંતો મો ”
શ્રીહરિભદ્રસૂરિ મ. વિશિંકા ૯, ગા. ૪. ૨૭૮ - ધર્મ અનુપ્રેક્ષા