________________
આત્મનિરીક્ષણ
આપણી જરૂરીયાત સાધકે હંમેશાં પોતાનું–પોતાની સાધનાનું, પોતાની મનોવૃત્તિઓનું–નિરીક્ષણ કરતા રહેવું જોઈએ. સામાન્ય માણસ બીજાના દોષો શોધી કાઢવામાં જેટલો રસ લે છે તેથીયે અધિક જાગૃતિ સાધકને પોતાની ત્રુટીઓ શોધી કાઢવામાં હોય. બીજાની ભૂલ જોવા માણસ જેટલો તત્પર રહે છે, તેટલી તત્પરતા પોતાની ભૂલ જોવા-સમજવામાં રાખે તો તેનો વિકાસ થયા વિના ન રહે, સાધક તો સદા વિકાસશીલ હોવો જોઈએ, માટે એણે પોતાની તપાસ રાખવી અનિવાર્ય છે, એ આત્મનિરીક્ષણ વિના આત્મોન્નતિના માર્ગે પ્રયાણ અખંડ ન રહી શકે.
આપણને પ્રાપ્ત થયેલ આરાધનાપદ્ધતિ શ્રી સર્વજ્ઞ અને વીતરાગકથિત હોવાથી સર્વાગ સંપૂર્ણ છે. તો પણ એમાં વિધિ-નિષેધોનું જે નિરુપણ છે, તેને તે જે ભાવમાં છે તે જ ભાવમાં, આપણે સમજયા છીએ કે કેમ ? એ કસોટી તો કરવી જ રહી. કારણ કે ભગવાનની પણ આજ્ઞા જો વિપરીત રીતે આદરવામાં આવે તો જીવો પોતાને અને પોતે જેના ઉપર ઉપકાર કરવા ઇચ્છે છે, તેવા પોતાનાઓ (કુટુંબીજનો, શિષ્યો કે અનુયાયીઓ)ને ઉપકાર કરી શકતા નથી.'
સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિ મ. કહે છે : “શુદ્ધતિ યત્રાસવામ: સુપરિશુદ્ધઃ | તનાવે તદ્દેશ: શિલ્યોન્યથા ગ્રાન્ II” ષોડશક ૧૬, શ્લો. ૧૨. આના ઉપર ટીકા કરતાં શ્રીયશોભદ્રસૂરિ મહારાજ સ્પષ્ટતા કરે છે કે :
જેમાં શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાનું ઔદંપર્ય સ્કુટ થતું હોય તે આગમવચન પ્રમાણભૂત ગણાય. તે વિના, એટલે કે ઐદંપર્યશુદ્ધિ વિના શ્રીજિનેશ્વરદેવના વચનનો કોઈ અંશ એ અન્યનું વચન બની જાય છે. કારણ કે તેમાં શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાનો જે વિષય છે, તેનો અવળો સ્વીકાર છે. * માત્ર શ્રુતજ્ઞાનથી શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાના ઔદંપર્ય સુધી નથી પહોંચાતું, શ્રત
૧. “બાયપરિશ્વાનો માનજોવે રૂરી નિયમ | - શ્રીઉપદેશપદ, ગા. ૩૬
टीका:- आत्मपरपरित्यागः आत्मनः स्वस्यपरेषा चानुगृहीतु मिष्टानां देहिनां परित्यागः दुगर्तिगर्तान्तगतानां प्रोज्झनं कृतंभवति आज्ञाकोपेन भगवद्वचनवितथासेवनरूपेण"
- શ્રીમુનિચંદ્રસૂરિ મ. ધર્મ અનુપ્રેક્ષા • ૨૮૭