________________
સાધક
પરંતુ, સાધકવૃત્તિવાળો આત્મા અજ્ઞાન અંધકારમાં લાંબો સમય રહી નથી શકતો. ગતાનુગતિક ધર્મપ્રવૃત્તિથી એને તૃપ્તિ નથી થતી. આત્મસ્વરૂપની નિર્મળતાનો અનુભવ લેવા એનું અંતર તલસતું હોય છે. ને આ માનવ પ્રકૃતિ છે કે તેના અંતરમાં કોઈ જોરદાર લગની પેદા થયા પછી તે લગની તેનાથી દાબી નથી શકાતી, પરંતુ એને વશ થઈ જવાય છે. આ નિયમાનુસાર “સાચું તત્ત્વ શું છે ?” એ પોતાની જિજ્ઞાસા સંતોષવા સાધક પોતે જ પ્રયાસ આદરે છે. તે માટે તે પ્રવાસ પણ ખેડે છે, સત્પરુષોની શોધ કરે છે. જ્ઞાનીઓ અને અનુભવીઓના અનુભવ પ્રકાશમાં એ પોતાની સાધનાની આકરી કસોટી કરી જુએ છે.
સફળ વેપારી જેમ સાંજે મેળ મેળવે છે, તેમ સાધક પોતાને પ્રાપ્ત થયેલ સાધનાથી આત્મનિર્મળતા–ઉદારતા, ગંભીરતા, ચિત્તની પ્રસન્નતા, આદિ આત્મિક ગુણસંપત્તિ વધે છે કે નહિ ? તે સદા તપાસતો રહે છે. સાધ્ય એની દૃષ્ટિ સન્મુખ સદા તરવરે છે, સાધ્યની પ્રાપ્તિમાં વિજ્ઞભૂત પરિસ્થતિનો અંત આણવા અને તેની સાધકસામગ્રીને મેળવવા તે કટિબદ્ધ થયેલ હોય છે.
આપણા હિતની વાત હવે વિચારી જુઓ કે તમારી પ્રકૃતિનો ઢાળ કેવો છે ? ઉપાસક જેવો કે સાધક જેવો ? દુર્લભ માનવભવની સફળતા તો તમે ઇચ્છો જ છો. ધર્મની આરાધના વિના તે સફળ ન બને એ તમે જાણો છો, અને માનો પણ છો. જે તત્ત્વથી દેવદુર્લભ માનવભવની સાર્થકતા નિર્મિત થાય છે એ છે “ધર્મની આરાધના”... માત્ર “ધર્મ”ની આરાધના નહિ, પણ “શુદ્ધધર્મ”ની આરાધના. કારણ કે, શુદ્ધ શ્રમણભાવને યોગ્ય પ્રત્યુપેક્ષણા–પ્રમાર્જનાદિ સઘળી ચિનોક્ત ક્રિયાઓ પણ (અવ્યવહાર રાશિગત અને તેમાંથી નીકળ્યાને જેને ઘણો વખત થયો નથી એવા જીવોને મૂકીને) સૌને અનંતવાર મળી, એમ શાસ્ત્રો કહી જાય છે. છતાં, ભવભ્રમણ તો ઊભું જ રહ્યું.
તેથી, સાધકવૃત્તિ કેળવી, આત્મનિરીક્ષણ કરી, આપણને પ્રાપ્ત આરાધના શુદ્ધ ધર્મની–લોકોત્તર ધર્મની—છે કે નહિ તેની કસોટી કરી લેવી શું હિતાવહ નથી ?
૧. “...શુદ્ધઝમનમાવયોગ્ય: પ્રત્યુપેક્ષણ પ્રમાર્ગનાવિકોશેટ્ટ: મનન્તા: વ્યતિક્રાન્તા મને, परिपूर्णा अपि, सर्वेषां भवभाजां प्रायेण, अव्यवहारिकराशिगतानल्पकालतन्निर्गतांश्च मुक्तत्वेत्यर्थः ।"શ્રીઉપદેશપદ શ્લો. ૨૩૩-ટીકા
૨૮૬• ધર્મ અનુપ્રેક્ષા