________________
થાય છે, એનું અન્વેષણ કર્યા વિના તે રહી શકતો નથી.
રત્ન કે કાચ !
દરેક ધર્મના અને દરેક મતના અનુયાયીઓ પોતાને મળેલ સાધનાપદ્ધતિને સર્વાગ સંપૂર્ણ માનતા હોય છે. એક દિવસ પૂજા ન થાય તો મૂર્તિપૂજકને તે ખટકે છે, સ્થાનકવાસી જીવનભર પ્રભુપૂજા ન કરે તોયે એને ડંખ નહિ. કારણ, એને જન્મથી એ જાતના સંસ્કાર મળ્યા છે, તેમ તેરાપંથીને જન્મથી એ જાતના સંસ્કાર મળ્યા છે કે બીજા દુઃખીના દુઃખ દૂર ન કરીએ–દુઃખી પ્રત્યે દયા ન બતાવીએ છતાં ધર્મ થઈ શકે છે. તેથી, દયા ચૂકાય છે, એનું એને દુઃખ નથી.
| ઉપાસક કોટિના આરાધકો, એ રીતે, પોતાને કુળપરંપરાથી પ્રાપ્ત થયેલ ધર્મારાધનામાં કંઈ પ્રશ્ન ઊઠાવતા નથી, અને પોતાના એ કુળાચારમાં પોતાને જો રુચિ જાગી ગઈ હોય તો પોતાને મુક્તિ માર્ગની પ્રાપ્તિ થયેલી માને છે. એટલું જ નહિ, એ રુચિ થોડી વધુ તીવ્ર હોય તો પોતાને સમકિતની, સાચા ધર્મની, પ્રાપ્તિ થઈ ગઈ છે એવું ખરા અંતઃકરણથી માનવા લાગે છે.
સમ્યગ્દર્શન તો ખરેખર અણમોલ રત્ન છે. શાસ્ત્રકારોએ એને પાંચ રત્ન સાથે સરખાવ્યું છે. એની તુલનામાં દૃષ્ટિરાગરુચિસ્વ કુળના આચારની ઉપરોક્ત આંધળી રુચિ–એ કાચ છે. એ કાચને અજ્ઞાન જીવ પાંચરત્ન. માંની, “સમક્તિ રત્નની સંપત્તિ પોતાની પાસે આવી ગઈ.” એ બ્રાન્તિમાં રાજી રહે છે, “દષ્ટિરાગરુચિ કાચ પાંચ સમકિત ગણું” એમ કહીને આપણા પૂર્વાચાર્યો આ અવસ્થાનો નિર્દેશ કરે છે.
રત્નનું પાણી પરખનાર અનુભવી ઝવેરીને જીવોની આ દશા જોઈને કરુણા ઉપજે છે, પણ મૌન રહે છે. તમને થતું હશે કે તો પછી....તે અનુભવીઓ, જ્ઞાનીઓ, અજ્ઞાન જીવોને ચેતવતા કેમ નથી ? એની પાછળ એક રહસ્ય છે. એક નાનકડા દિષ્ટાંતથી એ સ્પષ્ટ સમજાશે.
એક ધનાઢય ઝવેરી હતો. પાછલી વયે એને એક પુત્ર થયો, પણ સ્થિતિ પલટાઈ ગઈ, ધન ગયું. છોકરો ચાર-પાંચ વર્ષનો થયો. શેઠ બિમાર પડ્યા. શેઠને મૃત્યુ નિકટ લાગ્યું. પોતાના મૃત્યુ પછી પોતાની સ્ત્રી હિંમત હારી ન બેસે તે માટે એમણે એક યુક્તિ કરી, પત્નીને એક રત્ન આપીને કહ્યું કે હું તો હવે ઘડી-બેઘડીનો મહેમાન છું. આ રત્ન સાચવીને મૂકજો. આપત્તિ આવે ત્યારે મારા મિત્ર અમુક શેઠ પાસે જ જઈ આ રત્ન વટાવી લેજો. પત્નીને ધરપત વળી, દિવસો ઉપર દિવસ અને વર્ષ ઉપર વર્ષ વીતી ગયાં, છોકરો ચૌદ વર્ષનો થયો, નાણાંભીડ વધી, શેઠાણીએ છોકરાને તેના પિતાએ
૨૮૪ • ધર્મ અનુપ્રેક્ષા