________________
સાધકને માર્ગદર્શન
સાધક કોને કહેવાય તેમ જ આરાધક એટલે શું તેની મૌલિક સ્પષ્ટતા સાથે મનનીય આ લેખમાં શુદ્ધ ધર્મના સાધકને માર્ગદર્શક તેમ જ પ્રેરક સામગ્રી રજૂ કરવામાં આવી છે. (૩) સાધક અને આરાધક
જૈનકુળમાં જન્મ માત્રથી શ્રીનવકાર મહામંત્ર, જિનપૂજા, સાધુઓની ભક્તિ, સુપાત્ર દાનાદિ ધર્મની આપણને પ્રાપ્તિ થઈ ગઈ છે. એ ધર્મનું આપણે નિયમપૂર્વક પાલન કરતા હોઈએ–શ્રીનવકારનું સ્મરણ, શ્રીજિનેશ્વરદેવની પૂજા અને સુપાત્રભક્તિ કર્યા વિના અનાજનો દાણો કે પાણીનું ટીપું પણ આપણે મોઢામાં ન નાખતા હોઈએ– તો આપણને ધર્મની પ્રાપ્તિ થઈ ગઈ ગણાય જ ને ?
કુલાચાર કે ધર્મ ?
“લૌકિક—ધર્મ એટલે અન્ય ધર્મો અને લોકોત્તરધર્મ એટલે જૈનધર્મ.” એવો અર્થ જો આપણા મનમાં ગોઠવાઈ ગયો હોય તો આપણે લોકોત્તરધર્મ મેળવી ચૂક્યા છીએ એમ જરૂર કહી શકાય. પરંતુ, જૈનકુળના અનુષ્ઠાનોના આચરણ માત્રથી લોકોત્તરધર્મ આત્મામાં આવી ગયેલ સમજવો એ કેવળ ભ્રાન્તિ છે. એ વાત આ લેખના પહેલા બે હપ્તામાં આપણે વિચારી ગયા.
પરાર્થવૃત્તિ વિના ધર્મ નથી, અને ઔદાર્યાદિ ગુણો વિના અપુનર્બંધકપણું પણ નથી.` અપુનર્બંધકાવસ્થામાં, જીવ જ્યારે ધર્મ માટે અધિકારી બને છે ત્યારે તેનામાં શુકલપક્ષના ચંદ્રમાની જેમ ઔદાર્ય-દાક્ષિણ્યાદિ ગુણો દિન પ્રતિદિન વધતા જાય છે. આથી એ જીવને શાસ્ત્રો “શુક્લપાક્ષિક” સંજ્ઞા પણ આપે છે. એ ગુણો વિના પૂજા, સામાયિક અને દાનાદિ ક્રિયાઓ એ માત્ર કુલાચાર છે—જૈનકુળનો આચાર માત્ર છે. જૈનકુળમાં જન્મ પામવા છતાં જેને જૈનકુળના આ આચાર પ્રત્યે પણ અચિ છે તે તો ધર્મથી વેગળા છે જ, પરંતુ આ કુલાચારનું પાલન કરનાર બધા સાચા અર્થમાં ધર્મી જ છે એવું પણ નથી.
સાધકવૃત્તિ
બીજો એક વર્ગ એવો મળે છે કે જેને આ બધી સાધના કરવા માત્રથી સંતોષ
૧. ‘...વર્ધમાનનુપ્રાયો ાપુનર્વન્ધો મતઃ ।'' - શ્રીયોગબિંદુ, શ્લો. ૧૭૮
स्वोपज्ञटीका- “शुक्लपक्षक्षपापति मण्डलमित्र प्रतिकुलमुल्लसन्तो गुणा औदार्यदाक्षिण्यादयः प्रायो बाहुल्येन यस्य स अपुनर्बन्धको धर्माधिकारी मतोऽभिप्रेतः ।"
૨૮૨ • ધર્મ અનુપ્રેક્ષા