________________
“રાગહરણ તપ જપ શ્રત દાખ્યાં, • તેહથી પણ જેણે ભવફળ ચાખ્યાં રે, કોઈ ન છે તેમનો પ્રતિકારો રે, અમિયવિષ હોય ત્યાં શો ચારો રે.”
ઉપા. શ્રીયશોવિજયજી મ. આત્મનિરીક્ષણની શાંત પળોમાં “અહ”ના સૂક્ષ્મરૂપોને પણ ઓળખી કાઢી અનાદિથી ઘર ઘાલી બેઠેલી સ્વાર્થવૃત્તિને આત્મભૂમિમાંથી ખોતરી કાઢીએ.
નવ્યયતિજીતકલ્પ ટીકા અધુરા ભાજન સરખા જે જીવોને મૃદુતા લાવનારું જ્ઞાન પણ જો મદનો હેતુ થાય છે તો તેઓને માટે ઔષધ પણ વિષનું આચરણ કરે છે.
एतेषु मदस्थानेषु निश्चये न च गुणोऽस्ति कश्चिदपि ।
વનમુનાવઃ સ્વહૃદયસ્થ સંસારવૃદ્ધિ શ . પ્રશમરતિ શ્લો. ૯૭ સ્વાર્થવૃત્તિ ઘટી, જીવનમાં પરાર્થે આવશે પછી શાસનનો ઉત્કર્ષ પણ આપોઆપ થવાનો, કારણ કે કોઈ પણ સંસ્થા, સમાજ કે સંઘના ઉત્કર્ષનો આધાર તેમાં રહેલી વિશાળ વૃત્તિવાળી, નિઃસ્વાર્થી, સંયમી અને આત્મસમદર્શિત્વની ભાવનામાં સ્થિર થયેલી વ્યક્તિઓ ઉપર છે. જે સમુદાયમાં આવા મહાનુભાવો વધારે પ્રમાણમાં હોય છે તે સમુદાય ત્વરિત ગતિથી આગળ વધે છે અને જેમાં આવી દરિયાદિલ વ્યક્તિઓનો અભાવ હોય છે, તેની અવનતિ થાય છે.
માટે, શાસ્ત્રકાર ભગવંતોના ઉપરોક્ત વચનોને સદા સ્મૃતિપથમાં રાખી તપજપ-અધ્યયનાદિ આપણી ધર્મપ્રવૃત્તિને જાત ઉપરનો રાગ વધારનારી નહિ, પણ પરાર્થ નિષ્પત્તિ સાર' બનાવીએ. જેથી, “
મામતે પરાર્થવ્યસનિનઃ” બિરુદ પામેલા શ્રીજિનેશ્વરદેવોની વિશ્વકલ્યાણકારિણી આજ્ઞા સાથે આપણી પ્રવૃત્તિનો મેળ મળે, અને શાસનનો ભાવ ઉદ્યોત થાય. એવી મંગળ કામના.
१. मदुवकरणं नाणं तेणेव उ जे मयं समुइहंति ।
ऊणगभायणसरिसा अगदो वि विसायए तेसिं ॥
ધર્મ અનુપેક્ષા ૨૮૧