________________
(આલેખેલા અથવા હૃદયમાં કલ્પેલા) મધ્યમાં કર્ણિકાના સ્થાને “નમો અરિહંતાણં” એ પ્રથમ પદ ચાર મુખ્ય દિશાઓની ચાર પાંખડીઓમાં ક્રમશઃ નવકારમંત્રનું બીજું ત્રીજુંચોથું. અને પાંચમુ પદ અને વિદિશાઓમાં બાકીના ચાર પદો સ્થાપી કમળબંધ જાપ કરાય છે. શરૂઆતમાં નમસ્કાર મહામંત્રના અક્ષરોમાં ચિત્તને એકાગ્ર બનાવવું જોઈએ. શ્રદ્ધા સદ્ભાવપૂર્વક તન્મયતાથી કમળબંધ જાપ વડે જપેલો એક જ નવકાર એક લાખ નવકારના જાપનું ફળ આપનાર થયા છે.
હસ્તજાપ :- નંદાવર્ત, શંખાર્વત વગેરે પ્રકારોથી હસ્તજાપ (કરજાપ) થાય છે. ઇષ્ટકાર્યની સિદ્ધિ, પિશાચાદિ વ્યંતરોના ઉપદ્રવની શાંતિ, ક્લેશ-વિનાશ ઇત્યાદિ ફળો આ હસ્તજાપનાં શાસ્ત્રકારોએ દર્શાવ્યા છે. એની રીત ગુરુગમથી જાણવી.
માલાજાપ :- કમળબંધ જાપ કે હસ્તજાપ કરવાની શક્તિના અભાવે સુતર, રત્ન કે સ્ફટિક ઇત્યાદિની માળા પોતાના હૃદયની સમશ્રેણીમાં રાખી જાપ કરવો. પહેરેલા વસ્ત્ર કે પગ સાથે માળાનો સ્પર્શ ન થવા દેવો.
અજપાજાપ :- હજારો કે લાખોની સંખ્યામાં મંત્રજાપ થયા પછી જાપ સિવાયના કાર્યો કરતી વેળાએ પણમંત્રાક્ષરોનું અંતરમાં રટન ચાલુ રહે. બહારમાં હોઠ વગેરે ફરકે નહિ તે અજપા જાપ કહેવાય છે. મંત્રજાપનો અભ્યાસ વધી જાય છે, ત્યારે તદાકારતા અનુભવના૨ને આ અજપા જાપ સિદ્ધ થાય છે.
ત્રિવિધ જાપ ઃ- (૧) કેવળ મનોવૃત્તિથી ઉત્પન્ન થયેલો અને માત્ર પોતે જાણી શકે તે રીતે થતો પહેલો ‘માનસ જાપ' શાંતિ આદિ ઉત્તમ કાર્યો માટે થાય છે.
(૨) વ્યક્ત વર્ણ ન સંભળાય એ રીતે મંત્રાક્ષરો બોલીને જાપ કરવો તે બીજો ‘ઉપાંશુજાપ’ છે.
(૩) બીજાઓ સાંભળી શકે તે રીતે કરાતો ત્રીજો ‘ભાષ્યજાપ.’
લિખિત જાપ :- લિખિત જાપ ઘણો જ લાભકારી છે. લિખિત જાપમાં ચિત્ત અવશ્ય એકાગ્ર બને છે. હૃદય પવિત્રતાથી ભરપૂર બને છે. એક જ આસને લાંબો કાળ બેસવાનો અભ્યાસ થાય છે.ઇંદ્રિયો સ્વવશ બને છે. મંત્ર લખવાના સમયે મંત્રોચ્ચારણ કરતાં રહેવું જોઈએ. જપયોગમાં પ્રથમ પ્રવેશકને આ લિખિત જાપ અતિ સહાયક બને છે.
જપ અંગે જાણવા લાયક :
જપની રીત :- (૧) સ્તોત્ર પ્રાર્થના :
જપની પૂર્વે શ્રીજિનેશ્વરદેવની ગંભીર ભાવથી ભરેલી પ્રાર્થના-સ્તવના ક૨વી
ધર્મ અનુપ્રેક્ષા • ૨૬૫