________________
જઘન્ય જાપ કહેવાય છે. ઇંદ્રિયોના વિષયોથી મનને ખસેડી લઈને, મંત્રના અર્થમાં તન્મય મંનવાળા બનીને, ઘણી ઉતાવળથી પણ નહિ અને ઘણા વિલંબથી પણ નહિ એમ સરખી રીતે મંત્ર જાપની ક્રિયા કરવી જોઈએ.
મંત્ર પંચાંગી :
કોઈ પણ મંત્ર હોય તેમાં મંત્રઋષિ, મંત્રછંદ, મંત્રદેવતા, મંત્રવિનિયોગ અને મંત્રન્યાસ આ પાંચ અંગો અવશ્ય હોય છે. આ પાંચ અંગ વિનાના મંત્રને મંત્ર કહી શકાય નહિ.
(૧) મંત્ર ઋષિ :
નવકાર મંત્રના ઋષિ શ્રીસુધર્માસ્વામી છે કે જેઓએ વર્તમાન શાસનમાં સૂત્રરૂપે મંત્રનો પ્રથમ સાક્ષાત્કાર કર્યો અને બીજાઓને આપ્યો. (૨) મંત્ર છંદ :
એક ચૂલિકા તથા પાંચ અધ્યયનાત્મક ગાથાછંદ છે. (૩) મંત્ર દેવતા :
અર્હઅરિહંતાદિ પંચપરમેષ્ઠિઓ આરાધ્ય તત્ત્વો છે. (૪) મંત્રવિનિયોગ :
(પ્રયોજન) સર્વ પાપોનો મૂળથી નાશ અને મંગળનું આગમન. (૫) મંત્રન્યાસ :
અંગન્યાસ વજ્રપંજર સ્તોત્ર, કરન્યાસ, આવર્ત જાપ આદિ. જાપ સાધકના લક્ષણો :
(૧) ઉપશાંત ઃ- કષાયોના તાપથી રહિત ચંદન જેવા શીતળ હોય.
(૨) એકાગ્રચિત :- બીજા આડા અવળા વિચારો દૂર કરનાર.
(૩) સુનિશ્ચિત :- આનાથી મારું ઇષ્ટ સિદ્ધ થશે જ, એવી અટલ શ્રદ્ધાવાળો.
(૪) ઉપયુક્ત :- ચાલુ જાપની ક્રિયામાં જ મગ્ન.
(૫) અવ્યાક્ષિપ્ત :- ચિત્તની વ્યગ્રતા કે વ્યાકુળતા વિનાનો.
(૬) વિરક્ત :- વૈરાગ્યસંપન્ન-સમચિત્ત રતિ અને અતિના હુમલાથી પર બનેલો હોવો જોઈએ.
ધર્મ અનુપ્રેક્ષા • ૨૬૭