________________
આ ઉપરથી એ વિચાર સ્થિર થઈ જવો જોઈએ કે કર્મ વિપાકના ચિંતનથીઅર્થાત “અમુક રીતે વર્તવાથી પોતાને કર્મબંધ થઈ ભાવિમાં દુઃખ મળશે, એ દુઃખ પોતાને ન મળે માટે એ રીતે ન વર્તવું, અને દુઃખ ટળીને પોતાને સુખ મળે એ રીતે વર્તવું.” આ વિચારમાંથી થતો નિવૃત્તિ કે પ્રવૃત્તિરૂપ ધર્મ, એ લૌકિક ધર્મ છે, લોકોત્તર ધર્મ નથી. જ્યાં કેવળ સ્વના સુખ-દુઃખની ચિંતા છે ત્યાં હજી દેહભાવ જ છે, આત્માનો વિચાર વાસ્તવિક ઉગ્યો જ નથી.
નિર્મળચિત્તમાં આત્માનું પ્રતિબિંબ ચિત્ત નિર્મળ અને સાત્વિક બન્યા પછી જ તેમાં આત્માનું પ્રતિબિંબ પડવા માંડે છે અને આપણને અનુભવયુક્ત ખાતરી થવા માંડે છે કે આપણે શરીરથી-મનથી અલગ છીએ, અને તેના સાક્ષી–નિયંતા છીએ.
| ચિત્તમાં આત્માનો પ્રકાશ પડવા માંડે પછી તે વ્યક્તિ કેવળ પોતાના જ સુખની પરિતૃપ્તિમાં નિમગ્ન રહી બીજા જીવો પ્રત્યે તદ્દન ઉદાસીન રહી શકતી નથી.
જીવજગત પ્રત્યે ઉદાસીનતા અને જડજગત પ્રત્યે પ્રીતિ–આકર્ષણ, એ મોહની પ્રબળતા સૂચવે છે. મોહનું આવરણ ગાઢ હોય ત્યારે જ પોતાના સજાતીય આત્માઓ પ્રત્યે તદ્દન ઉદાસીન રહી શકાય. વિદેશમાં રહેતા બે હિન્દીઓને પરસ્પર સહાનુભૂતિની લાગણી સહજ જન્મે છે. સંસાર એ આત્મદ્રવ્ય માટે વિદેશ છે, એનો સ્વ-દેશ મુક્તિપુરી છે. પોતાના જેવા જ સમૃદ્ધિમાન પોતાના સજાતીય બીજા આત્માને એ વિદેશમાં ધનમાલ (આનંદ, જ્ઞાનાદિ અનંત ઐશ્વર્ય) હીન ખુવાર થયેલ દુઃખી સ્થિતિમાં જોઈને પણ જેના અંતરનો એક પણ તાર ન હાલે એવી કઠોર વ્યક્તિને કેવી ગણવી ?
લોકોત્તર ધર્મ ધર્મની વાત તો દૂર રહી, ધર્મ માટેની યોગ્યતા પણ આત્મામાં ત્યારે જ આવે છે જ્યારે એનામાં બીજા જીવો માટે કંઈક પણ વિચાર જાગે છે. પોતાના સજાતીય આત્મતત્ત્વની ઉપેક્ષા એ મોટો આશ્રવ છે. તે મોટા આશ્રવનો ત્યાગ ન થાય ત્યાં સુધી હિંસાદિ બીજા આશ્રયોને છોડવાનો પ્રયાસ ચાલુ હોય તો પણ લોકોત્તર ધર્મનો પ્રારંભ થઈ શકતો નથી.
સમગ્ર પ્રવચનના સારભૂત શ્રીમહાનિશીથ સૂત્રે આ ચેતવણી સ્પષ્ટ રીતે ઉચ્ચારી
૧. આ માટેના શાસ્ત્રોક્ત પ્રમાણોની વિચારણા આ લેખમાં અન્યત્ર કરી છે.
ધર્મ અનુપ્રેક્ષા • ૨૭૩