________________
થતા અનર્થોના ભયથી રખાતી ક્ષમા.૧
(૪) વચન ક્ષમા એટલે આગમવાક્યોના સ્મરણથી—“શ્રીજિનેશ્વરદેવે કહ્યું છે માટે મારે ક્ષમા રાખવી જોઈએ,” એમ વિચારીને રાખવી તે.
(૫) ધર્મોત્તરા ક્ષમા—વચન ક્ષમાના ચીરકાળના અભ્યાસથી સ્વભાવગત બની ગયેલ ક્ષમા. આ ક્ષમા મહાત્માઓમાં ચંદનગંધન્યાયે એકમેક થઈ ગઈ હોય છે. જેમ ચંદનને કાપો કે બાળો તો પણ તે સુગંધ જ આપે છે, તેમ કોઈ મારે કે કાપે તો પણ, સહજપણે એનો ઉપકાર થાય એ રીતે વર્તવાનો મહાત્માઓનો સ્વભાવ જ બની ગયો હોય છે. એ સ્વભાવરૂપ બની ગયેલ ક્ષમા તે ધર્મોત્તરા ક્ષમા. આમાંની પ્રથમની ત્રણ ક્ષમા લૌકિક કહી છે અને છેલ્લી બે લોકોત્તર કહી છે, ધર્મની શરૂઆત લોકોત્તર ક્ષમાથી જ થાય છે—“...લોકોત્તર ક્ષમા પ્રથમ ધર્મ છે તંત.” જ્યારે ઉપકારાદિ પ્રથમની ત્રણ લૌકિક ક્ષમામાં વાસ્તવિક—મુક્તિપ્રદાયક ધર્મ નથી. ઉપા. શ્રીયશોવિજયજી મહારાજનાં ઉપરોક્ત વચનો વિચારતાં આ સ્પષ્ટ સમજાશે.
લૌકિક ધર્મ
પૂર્વધરોના નિકટના સમયમાં થયેલા હોવાથી પૂર્વેના જ્ઞાનનાં રહસ્યોનું પાન કરવાનું સદ્ભાગ્ય જેમને પ્રાપ્ત થયેલું, અને પૂર્વેના રહસ્યભૂત એ જ્ઞાનને પચાવીને ભાવિ પ્રજાના હિત માટે ૧૪૪૪ ગ્રંથોનું નવનિર્માણ કરનાર સુરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિ મહારાજ પણ ‘વિંશતિ વિંશિકા” નામના પ્રકરણમાં ફરમાવે છે કે—
“उवगारवगारि विवाग वयण धम्मुत्तरा भवे खंती ।
'''
साविक्खं आदितिगं लोगिंगमियरंदुगं जइणो ॥"
“ઉપકાર ક્ષમા, અપકાર ક્ષમા, વિપાક ક્ષમા, વચન ક્ષમા અને ધર્મોત્તરા ક્ષમા, એમ પાંચ પ્રકારે ક્ષમા છે, એમાંની પ્રથમ ત્રણ ક્ષમા સાપેક્ષ છે અને લૌકિક છે, છેલ્લી બે નિરપેક્ષ અને લોકોત્તર છે, તે બે ક્ષમા યતિને હોય.” - યતિધર્મ વિંશિકા ગા. ૩ ચરમક્ષમાદ્વિક નિરપેક્ષ છે—–નિષ્કામ છે, તેમાં ફળ ઉપર નજર નથી. પ્રથમની ત્રણ ક્ષમામાં ફળ ઉપર દૃષ્ટિ છે માટે તેને સાપેક્ષ અને લૌકિક કહી. આમ દેખીતી પ્રવૃત્તિ ક્ષમાની હોવા છતાં તે લોકોત્તર ધર્મરૂપ નથી.
એવી જ રીતે આર્જવ, માર્દવ અને મુક્તિ પણ પાંચ-પાંચ ભેદે છે. તેમાં પણ પૂર્વોક્ત ન્યાયથી યતિને છેલ્લા બે પ્રકાર હોય.૨
१. “कर्मफलविपाकं नरकादिगतममनुपश्यतो दुःखभीरुतया मनुष्यभव एव वाऽनर्थपरम्परामालोचयतो विपाकदर्शनपुरस्सरा विपाकक्षान्तिः ।" ષોડશક ૧૦, ગાથા ૧૦, ટીકા ૯ -
૨. एमेवऽहवमज्जवमुत्तीओ हुंति पंचभेयाओ । पुव्वोइयनाण्णं जइणो इत्थंपि चरमदुगं ॥ ૨૭૨ • ધર્મ અનુપ્રેક્ષા