________________
દ્વેષ અને સુખ ઉપરનો રાગ ટળ્યા વિના મોક્ષ થાય નહિ.
માટે; ધર્મના અર્થીએ પોતાના દુ:ખ ઉપરનો દ્વેષ અને પોતાના સુખ ઉપરનો રાગ કે જે આર્તધ્યાનનું બીજ છે, તેને ઘસી નાખવા પ્રયત્ન આદરવો જરૂરી છે. પરંતુ એ વૃત્તિ આત્મામાં એટલી ઓતપ્રોત થઈ ગઈ છે કે એને આત્મભૂમિમાંથી ઉખેડી નાંખવી એ ઘણું કપરું કાર્ય છે.
પત્થર તળે આવી ગયેલી આંગળી બળથી નહિ પણ કળથી નીકળી શકે છે. બળ વાપરવા જતાં આંગળી જ તૂટી જાય અને કાર્ય સિદ્ધ થાય નહિ, જે કાર્ય બળથી થઈ શકતું નથી, તે કાર્ય કળથી સહેલાઈથી થઈ શકે છે. તેમ અહીં પણ કળથી અર્થાત્ એ વૃત્તિના ઉન્મેલનનો પ્રયત્ન કરવાથી એ કપરું કાર્ય સરળ બનાવી શકાય.
' ઉર્વીકરણનો ઉપાય સ્વાર્થવૃત્તિનું ઉદ્ઘકરણ એટલે “સ્વ'ને ઠેકાણે “સર્વનો વિચાર કરતા થવું તે.
સ્વાર્થવૃત્તિ કે જેના ઉપર સર્વ પાપો અને સર્વ અધર્મો નભે છે તેને આત્મામાંથી ઉખેડી નાંખવાનો આ અમોઘ કીમિયો છે. તેથી, મોક્ષની ઇચ્છા પણ કેવળ “સ્વ” માટે નહિ પણ સર્વ માટે કરવાની આજ્ઞા શાસ્ત્રકારોએ કરી છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે યોગશાસ્ત્રમાં રાત્રે જ્યારે નિદ્રા ઉડી જાય ત્યારે શ્રાવકને આ ભાવના કરવા ફરમાવ્યું છે ?
दुःस्थां भवस्थिति स्थेम्ना सर्वजीवेषु चिंतयन् ।
નિસ સુધ્વસ તેäપવા વિમાત્ તે પ્રકાશ ૩, શ્લો. ૧૩૭ “સંસારમાં રહેવું તે સર્વ જીવોને દુઃખરૂપ છે, એમ સ્થિર ચિત્તથી વિચાર કરતાં, સર્વ જીવોને માટે સ્વાભાવિક સુખના સંસર્ગવાળું મોક્ષપદ માગવું.” '' સંસારની ભીષણ યાતનાઓમાં રીબાતા પ્રાણી સમુદાયને દુખાર્ત જોઈને શ્રાવકનું હૈયું, જીવમાત્રને પીડા આપનાર એવા આ સંસાર અને તેના હેતુઓ ઉપરથી ઊડી જાય, અને એ નિર્વેદમાંથી સર્વને માટે મોક્ષના નિરુપમ સુખની માગણી કરવા એ પ્રેરાય છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી ફલિત થતા નિર્વેદ અને સંવેગનું આ લક્ષણ કહી શકાય.
જગતના જીવોને દુઃખી જોવા છતાં, એમને માટે કોઈ લાગણી અનુભવ્યા વિના, કેવળ પોતા માટે જ મોક્ષસુખની માગણી સાચો શ્રાવક કરી જ ન શકે. દુઃખીના દુઃખ જોઈને શ્રાવકનું હૈયું તદવસ્થ રહી જ ન શકે. એનું હૈયું અનુકંપાથી સદાય ભીનું હોય. બીજાને દુઃખી જોઈ એ દ્રવી ઊઠે. પોતાની પાસે શક્તિ-સામગ્રી હોય તો એનું દુઃખ દૂર કરવા કંઈક કરે. અનુકંપાશૂન્ય વ્યક્તિ શ્રાવક નથી. અનુકંપા તો શ્રાવક કરતાં નીચેની ભૂમિકાએ
ધર્મ અનપેક્ષા • ૨૬૯