________________
આવશ્યક છે. તેનાથી સાધકમાં સાત્ત્વિક ભાવનું ઉદ્દીપન-આવિર્ભાવ થાય છે. (૨) જાપની દિશા :
જાપ માટે પૂર્વ યા ઉત્તર દિશા પસંદ કરવી. દિશાનો પણ પ્રભાવ રહેલો છે. જપમાં કલ્પનાતીત સહાયતા દિશા દ્વારા મળે છે.
(૩) જાપનો સમય :
શ્રીનમસ્કાર મહામંત્ર ગણવા માટે બ્રાહ્મમુહૂર્તનો (સવારે સૂર્યોદય પહેલાં ચાર ઘડી) સમય તથા સાંજે ગોધુલીનો સમય અતિ શ્રેષ્ઠ છે. તે વખતે નવકારનો જાપ કરવો જોઈએ. પ્રાતઃકાળે માણસનું મન કોરા કાગળ જેવું સ્વચ્છ હોય છે. ગોરજનો સમય પણ વ્યગ્રતા વિનાનો હોય છે. તે વખતે ન બની શકે તો પોતાને અનુકૂળ એવા અન્ય સમયે કરવો. રોજ નિયત સમયે જાપ થાય તો જાપમાં સ્વૈર્યએકાગ્રતા શીઘ્રપણે અનુભવી શકાય છે. (૪) જાપનું સ્થળ :
જાપ માટે સ્થાન એકાંતવાળું પસંદ કરવું. બીજાઓની અવરજવરવાળા કે ઘોંઘાટવ્યાક્ષેપવાળા સ્થાનમાં ચિત્તનું સ્વૈર્ય રહી શકે નહિ. હંમેશ માટે નિયત સ્થાને જાપ થાય તે ખાસ સાચવવું. વારંવાર સ્થાન બદલવું નહિ. નિયત સ્થાને કરેલો જાપ બહુ લાભદાયી થાય છે.
(૫) જાપની મુદ્રા :
પદ્માસન વગેરે કોઈ પણ, સુખે બેસી શકાય એવા આસને બેસી જાપ કરવો. કરોડરજ્જુ સીધી રાખવી. દરરોજ નિયત સંખ્યામાં જાપ ચાલુ રાખવો. વચમાં આંતરું ન પડે તે ખાસ લક્ષમાં રાખવું. નિયત સંખ્યામાં જાપ પૂર્ણ કર્યા પછી જ ઉઠવું. બ્રહ્મચર્ય :
બ્રહ્મચર્ય તો સદાય હિત કરે છે, પરંતુ જપસાધનાના દિવસોમાં તો તેનું વિશેષ પાલન થવું જોઈએ.
વ્યસન ત્યાગ :
સાધકે તમામ પ્રકારના માદક પદાર્થો, તમાકુ-પાન-બીડી, છીંકણી વગેરે વ્યસનો અને માદક પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ. આ પદાર્થો પરમ આવશ્યક એવી એકાગ્રતાના ઘાતક છે.
અંગુલીના અગ્રભાગથી, વ્યગ્નચિત્તથી અને મેરુના ઉલ્લંઘનથી કરેલો જાપ પ્રાયઃ અલ્પફળ આપનારો થાય છે.
મૌન વિના, ધ્યાન વિના, ચિત્તના નિરોધ વિના, સ્વસ્થતા વિના કરેલો જાપ ૨૬૬ ૦ ધર્મ અનુપ્રેક્ષા