________________
મંત્રાધિરાજની ઉપાસના
(આ લેખમાં મંત્રાધિરાજના સાધકની યોગ્યતા, પ્રતિભા તેમ જ જાપના પ્રકારો અને જાપ સંબંધી ઉપયોગી હકીકતો સરળ ભાષામાં રજૂ કરવામાં આવી છે મંત્રાધિરાજની ઉપાસનામાં ઉપયોગી થશે. સં.)
નમસ્કાર મહામંત્ર એ સર્વોપરિમંત્ર છે. જગતભરમાં આ મંત્રથી અધિક પ્રભાવશાળી કોઈ મંત્ર નથી. આ મંત્રની સમ્યગ્ ઉપાસનાથી ઇષ્ટ ફળની અવશ્ય સિદ્ધિ થાય છે, એવી સચોટ શ્રદ્ધાપૂર્વક પંચપરમેષ્ઠિઓ-પ્રત્યે આત્મસમર્પણ કરી શ્રીનમસ્કાર મહામંત્ર જપનારમાં આકર્ષક વ્યક્તિત્વ, આંખોમાં તેજ, વાણીમાં બળ અને ચહેરા પર વિલક્ષણ કાંતિ ઝગમગતી દેખાય છે.
સાધક ધીર અને ગંભીર હોઈને આમજનતા ઉપ૨ તેનો સારો પ્રભાવ પડે છે. સંપર્કમાં આવતા લોકો તેનાથી પ્રભાવિત થાય છે, એ તેની આજ્ઞાને આધીન રહીને વર્તે છે અને સન્માર્ગમાં પ્રગતિશીલ બને છે.
સાધકને પોતાના અંતરમાં મંત્ર-ચૈતન્યની હાજરી હોય તેવો અનુભવ થાય છે અને કોઈ પ્રકારની અલૌકિક આધ્યાત્મિક શક્તિનો પ્રાદુર્ભાવ થયાનો આંતિરક અનુભવ થાય છે. પાપકાર્યો તરફ તેને તિરસ્કાર છૂટે છે, સત્કાર્ય તરફ આકર્ષણ જામે છે. કોઈ અઘટિત કાર્ય પોતાને હાથે થઈ જાય તો ભારે ખેદ અને પશ્ચાત્તાપ થાય છે. દુઃખમાં દીનતા કે સુખમાં છકેલપણું યા આફતમાં અધીરતા વગેરે નબળાઈઓ સાધકમાંથી નાબૂદ થાય છે. એક વિશિષ્ટ પ્રકારની કુણાશ, કોમળતા, દયાર્દ્રતા તેના હૃદયમાં પ્રગટે છે. ભવિષ્યમાં થનારા બનાવોની પહેલેથી જ મનમાં આગાહી—ભાસ થાય છે. સામા માણસનો ચહેરો જોઈને જ તેના ગુણદોષ જાણી જાય છે. પોતાની સૂક્ષ્મદષ્ટિથી, મંત્રપૂત બુદ્ધિથી બીજાનાં ગુણદોષો, વિચારો, આચરણો પારદ્રષ્ટાની માફક તે જાણી શકે છે. પોતાના પવિત્ર વિચારોનો બીજાના અંતઃકરણમાં સહેલાઈથી પ્રવેશ કરાવી શકે છે.
આ મહામંત્રનો સાધક જ્યાં રહે છે ત્યાં આસપાસનું વાતાવરણ ખૂબ શાંત અને સાત્ત્વિક બની જાય છે. તેના સંનિધાનમાં લોકોને પણ શાંતિ-સાત્ત્વિકતા અને પવિત્રતાનો રસ ચાખવા મળે છે. શરી૨માં સ્ફૂર્તિ તેમ જ સુગંધ, મનમાં ઉત્સાહ, સ્વભાવમાં ગંભીરતા વગેરે ચિન્હો સાચા સાધકમાં પ્રગટ્યા વિના રહેતા નથી. જપના પ્રકારો :
કમલબંધ-હસ્તજાપ-માળાજાપ વગેરે જાપના પ્રકારો છે.
કમલબંધ જાપ :- આ જાપને સર્વોત્તમ કહ્યો છે. આઠ પાંખડીઓવાળા કમળની
૨૬૪૦ ધર્મ અનુપ્રેક્ષા