________________
પેયાપેય આદિ વસ્તુનો વિવેક પણ ગુરુગમ વિના પ્રગટતો નથી. માટે જ જીવનને ઉન્નત બનાવવાની ઇચ્છાવાળાઓને ગુરુ ઉપાસનાની ઘણી જરૂર છે. (૩) સ્વાધ્યાય
મોક્ષાર્થીએ પ્રતિદિન જ્ઞાન વૃદ્ધિ કરવી જોઈએ. નિત્ય નવીન નવીન જ્ઞાન વૃદ્ધિમાં ઉપયોગવંત રહેનાર યાવતું તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે. શ્રીજિનશાસનમાં સ્વાધ્યાયને મોક્ષનું પરમ અંગે કહ્યું છે. આત્માને મોક્ષની સાથે જોડનારા અસંખ્ય વ્યાપારો છે. એ અસંખ્ય વ્યાપારોમાંથી કોઈ પણ યોગમાં વર્તતો જીવ પ્રતિ સમય અસંખ્ય ભવના કર્મોને ખપાવે છે. તો પણ સ્વાધ્યાયયોગમાં વર્તતો જીવ સ્થિતિ અને રસવડે કર્મોને વિશેષ કરીને ખપાવે છે. મન, વચન અને કાયાના અશુભ વ્યાપારોનો નિગ્રહ અને એ ત્રણેનું શુભ વ્યાપારોમાં પ્રવર્તન, સ્વાધ્યાય યોગમાં જે રીતે સિદ્ધ થાય છે, તે રીતે પ્રાય અન્ય વ્યાપારો વખતે થઈ શકતું નથી. આ સ્વાધ્યાય ઉત્કૃષ્ટ ચૌદ પૂર્વધરોને હોય છે એ ઘટતાં ઘટતાં જેને બીજું કાંઈ પણ ન આવડતું હોય તેને પણ પંચપરમેષ્ઠિ નમસ્કારનો સ્વાધ્યાય હોય છે. કારણ કે આ પંચપરમેષ્ઠિ નમસ્કાર દ્વાદશાંગીનો સાર છે. વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા, આ પાંચે પ્રકારનો સ્વાધ્યાય કર્મક્ષયમાં અસાધારણ હેતુ બની પરંપરાએ પરમપદની પ્રાપ્તિ કરાવે છે. એ કારણથી શ્રીજિનવચનને પરમમંત્ર સ્વરૂપ માનીને અતિ આદર અને ભક્તિપૂર્વક સ્વાધ્યય યોગમાં પ્રયત્ન કરવો એ મુમુક્ષુનું પરમ કર્તવ્ય છે. (૪) સંયમ
- ઇન્દ્રિયનિગ્રહની બુદ્ધિથી અનાદિ સંજ્ઞાઓને કાપવા તથા ઇન્દ્રિયોની સહજ વિષયોનુંખ વૃત્તિને પ્રતિકૂળ વર્તવાનો અભ્યાસ વધારવો અને અનુકૂળ વર્તવાનો અભ્યાસ ઘટાડવો એ જ ખરો સંયમ ધર્મ છે. ઇન્દ્રિયો જ સ્વર્ગ અને નરકનો હેતુ છે. નિગ્રહ કરાયેલી ઇન્દ્રિયો સદ્ગતિનો હેતુ થાય છે અને નહિ નિગ્રહ કરાયેલી ઇન્દ્રિયો જ દુર્ગતિનો હેતુ થાય છે. ઇન્દ્રિયોનો અસંયમ આપત્તિનો માર્ગ છે અને ઇન્દ્રિયોનો સંયમ સંપત્તિનો માર્ગ છે. તેથી શક્તિ મુજબ ક્રમે ક્રમે સંયમને જીવનમાં અમલી બનાવી તેના પ્રત્યે અત્યંત આદર કેળવવાની જરૂર છે. આજનો એ અભ્યાસ એક દિવસે સંપૂર્ણ સંયમી બનાવવામાં કારણભૂત બને છે. (૫) તપ
અનાદિ આહારસંજ્ઞાને કાપવા માટે તપ એક પરમ શસ્ત્ર છે. તથા અનેક
ધર્મ અનુપેક્ષા ૨૪૧