________________
સદ્ગુણમીમાંસા
(સદ્ગુણોની જીવનમાં કેટલી અનિવાર્ય અગત્ય છે તેનું તેમ જ ક્ષમાના હેતુ, સ્વરૂપ અને અનુબંધનું મનનીય નિરુપણ અત્ર કરવામાં આવ્યું છે. સં.)
સંસાર એટલે ભિન્ન ભિન્ન રુચિવાળા જીવોનું સંગ્રહ સ્થાન. “મુશ્કે મુશ્કે મતિમિન્ના'' એ કહેવત ઉપરની હકીકતને ચરિતાર્થ કરે છે. આ રુચિભેદનું મુખ્ય કારણ પૂર્વ જન્મોમાં જીવોએ પાડેલા તેવા તેવા સંસ્કારો હોય છે. દરેકની રુચિનું ઘડતર જુદા જુદા પ્રકારનું હોવાથી સદ્ગુણોના અર્થ જીવોમાં પણ કોઈ એક જ સદ્ગુણ તરફ દરેકને શરૂઆતમાં એક સરખું આકર્ષણ થતું નથી. પરંતુ જન્માંતરમાં જે સદ્ગુણનું ભાવપૂર્વક પુનઃ પુનઃ આસેવન થયું હોય છે, તે સદ્ગુણ તરફ તે વ્યક્તિનું સાહજિક આકર્ષણ થાય છે.
સ્વાભાવિક રીતે જ કેટલાકને દાન રુચે છે અને તેથી તેઓ ગમે તેટલું આપે છે છતાં તેમનો ઉત્સાહ કદી ઘટતો નથી. જ્યારે કેટલાકને તપ અને ક્રિયા સુકર લાગે છે. વળી કેટલાકને ભણવું વધારે સરળ લાગે છે અને તેમાં વધુ રસ હોય છે. કેટલાક સ્વભાવથી જ શાંત હોય છે અને કેટલાક સ્વભાવથી જ પરગજુ—પારકાનું ભલું કરવાની વૃત્તિવાળા અને દયાળુ પણ દેખાય છે. આ બધું દુનિયામાં પ્રત્યક્ષ જોઈ શકાય છે.
ધાર્મિક સભામાં પરોપકારનિરત ધર્મગુરુઓ દરેક શ્રોતાઓને એક સરખો ઉપદેશ આપે છે, પરંતુ તેમાંથી દરેક માણસ પોતાની રુચિ અનુસાર તત્ત્વને ગ્રહણ કરે છે. આ ભેદનું મુખ્ય કારણ પૂર્વના સંસ્કારો સિવાય બીજું નથી.
મોક્ષપ્રાપ્તિના અસંખ્ય યોગો છે અને તે એક એક યોગનું આલંબન પામીને પરંપરાએ અનંત જીવો મોક્ષમાં ગયા છે. તેથી જેને જે સદ્યોગ ગમે તે દ્વારા તે પોતાનો વિકાસ કેળવે તેમાં વાંધો લઈ શકાય નહિ. શરત માત્ર એટલી જ કે આરાધન ભલે અમુક સદ્ગુણનું થાય પરંતુ તેમાં ઔચિત્યનું પાલન જોઈએ, ઉપરાંત ગુણવંતનું પા૨તંત્ર્ય અને પ્રજ્ઞાપનીયપણું હોવું જોઈએ. અને જગતના કોઈ પણ સદ્ગુણ પ્રત્યે અરુચિભાવ ન હોવો જોઈએ. કારણ કે તેમ કરવાથી બીજા જે સત્ય માર્ગે પોતાનો આત્મવિકાસ સાધી રહ્યા હોય છે તેમનો અને તેમણે જે સદ્ગુણોનો આશ્રય લીધો હોય છે તેમનો અનાદર થાય છે. એક પણ ગુણી કે એક પણ સદ્ગુણનો અપલાપ કરવાથી સમગ્ર ગુણી અને સમગ્ર ગુણોનો અપલાપ થઈ જાય છે. દરેક ગુણો નામથી, હેતુથી અને સ્વરૂપાદિથી
ધર્મ અનુપ્રેક્ષા • ૨૪૩