________________
સિદ્ધિઓનું નિદાન છે. કર્મક્ષયનું અમોધ સાધન છે. નરકમાં અને પશુ પક્ષીઓની યોનિમાં પરતંત્રપણે તો ભૂખ, તરસ, ટાઢ અને તડકા આદિની અનેકવિધ તકલીફો આ જીવે અનેકવાર સહન કરી છે. પરંતુ તેમાં ધર્મબુદ્ધિ નહિ હોવાથી માત્ર અકામ નિર્જરા જ થવા પામી છે. ધર્મની ભાવના વિના જે દુઃખો સહન કરવામાં આવે છે અને તેનાથી જે કર્મ ક્ષય થાય છે, તેને અકામ નિર્જરા કહેવાય છે. નારકીમાં રહેલો આત્મા અકામ નિર્જરા વડે અસહ્ય દુઃખોને સહન કરવાથી સો વર્ષમાં જેટલાં કર્મો ખપાવે છે, તેટલા જ કર્મો માત્ર સવારે નવકારશી (સૂર્યોદય પછી બેઘડી સુધી)નું પચ્ચખ્ખાણ કરનારો ખપાવી શકે છે. પોરસીથી એક હજાર વર્ષના. આ પ્રમાણે વધતાં વધતાં એક આયંબિલથી હજાર ક્રોડ વર્ષના અને એક ઉપવાસથી દશ હજાર ક્રોડ વર્ષના કર્મો ખપાવી શકાય છે. એટલા માટે ઉત્તમ માનવભવ પામીને સકામ પણે-ઈચ્છાપૂર્વક, ધર્મબુદ્ધિથી શ્રીજિનેશ્વર ભગવંતની આજ્ઞા મુજબ નવકારશીથી માંડીને પોરિટી, એકાસણું, આયંબિલ, ઉપવાસ વગેરે પચ્ચખાણનો અભ્યાસ શરીરની અનુકૂળતા મુજબ ચાલુ રાખવો એ બુદ્ધિમાનોનું પરમ કર્તવ્ય છે. (૬) દાન
ચાર પ્રકારના ધર્મમાં દાન એ ધર્મનું પ્રથમ અંગ છે. તે વગર તકલીફ સહેલાઈથી આચરી શકાય તેવું અનુષ્ઠાન છે. દાનથી ધનનો નાશ થતો નથી પણ વૃદ્ધિ થાય છે. દાનના અભ્યાસ વિના પરિગ્રહ સંજ્ઞા છેદાતી નથી. તેથી પરિગ્રહ સંજ્ઞાને કાપવાની બુદ્ધિપૂર્વક નિત્ય દાન ક્રિયાનો અભ્યાસ કેળવવો જરૂરી છે. પરિગ્રહ સંજ્ઞા એટલે પરપુદ્ગલ પદાર્થમાં મહેં-મમ'ની કલ્પના. અભયદાન, જ્ઞાનદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, આમ દાનના અનેક પ્રકારો છે. કોઈ પણ ઠેકાણે અપાયેલું દાન નિષ્ફળ જતું નથી. સાત ક્ષેત્રમાં અપાયેલું દાન ધર્મવૃદ્ધિનું કારણ બને છે. તેથી શાસન અવિચ્છિન્ન બને છે. અનુકંપા દાનથી હૃદયની કોમળતા અખંડ રહે છે અને જગતમાં જૈન શાસનની પ્રભાવના થાય છે. દાનવડે અનેક પ્રકારના વેર-વિરોધ નાશ પામે છે અને પ્રાણીઓ વશ થાય છે. વ્યક્તિના વિકાસનું અને વિશ્વભરમાં શાંતિની સમતુલા જાળવવાનું અમોઘ સાધન દાન છે. દરિદ્રતાના સમૂળ નાશનો ઉપાય એક દાન જ છે. એવું દાન ધર્મનું રહસ્ય જે જાણે છે, તે થોડામાંથી પણ થોડું આપવાની જ વૃત્તિ કેળવે છે.
૨૪૨૦ ધર્મ અનુપ્રેક્ષા