________________
શ્રાવકોનાં કર્તવ્યો
'देवपूजा गुरूपास्तिः, स्वाध्यायः संयमस्तः ।
दानं चेति गृहस्थानां, षट्कर्माणि दिनेदिने ॥' (૧) દેવદર્શન-પૂજન
દેવાધિદેવ શ્રીઅરિહંત પરમાત્મા સર્વદોષથી રહિત (વીતરાગ) અને સર્વગુણસંપન્ન છે. તેમના દર્શન, પૂજન અને ગુણોત્કીર્તન એ ઉત્તમ આત્માઓ માટે પ્રતિદિન કરવા લાયક અવશ્ય-કર્તવ્ય છે. પરમ ગુણ પ્રકર્ષને પામેલા વીતરાગ પરમાત્માની હૃદયના બહુમાનપૂર્વક દ્રવ્યભાવ ઉભય પ્રકારે સેવા-ભક્તિ કર્યા સિવાય ઉત્તમ ગુણોની પ્રાપ્તિ પ્રાયઃ સુલભ નથી.
“પ્રશમરસ નિમગ્ન, પરમ કરુણારસની મૂર્તિ, નિર્મળ અને નિરુપાધિક એવી શ્રીજિનેશ્વરદેવની પ્રતિમાના દર્શન કરવા હું જાઉં” આવા સંકલ્પ માત્રથી પાપની રાશિઓ પીગળવા માંડે છે અને જેમ જેમ એ દિશામાં આગળ પગલાં ભરે છે, તેમ તેમ અધ્યવસાયની શુદ્ધિથી અધિક અધિક નિર્જરાનો ભાગી બનતો જાય છે.
ભગવાનના યથાર્થ ગુણોને વિષે બહુમાન યુક્ત બનેલા આત્માને કેવળજ્ઞાન અને કેવળદર્શન પણ સુલભ બને છે, તો પછી બીજા ફળ મળે એમાં કંઈ નવાઈ નથી. એ એક સાધારણ નિયમ છે કે જે જેનું પ્રતિદિન ધ્યાન ધરે છે, તે મોડો વહેલો એક દિવસ અવશ્ય તેના જેવો થાય છે. તેથી જેમને પરમાત્મપદ પ્રાપ્ત કરવું હોય તેમણે પરમાત્માના ગુણોને લક્ષ્યમાં રાખીને તેમની તન, મન અને ધનથી સેવા બજાવી, મોક્ષના મીઠા મેવા પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બનવું જરૂરી છે. ' (૨) ગુરુવંદન
પાંચ મહાવ્રતોને ધારણ કરનારા, સર્વથા કંચન કામિનીના ત્યાગી, સામાયિકમાં રહેનારા અને ધર્મનો ઉપદેશ આપનારા ગુરુઓ કહેવાય છે. આવા ગુરુઓને વંદન કરવાથી તીર્થંકર પરમાત્માની આજ્ઞાનું પાલન થાય છે. માનરૂપી પર્વત ગળી જાય છે. નમ્રતા, લઘુતા, વગેરે ગુણોની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રશ્રવણ અને શાસ્ત્ર અધ્યયનની સુંદર તક મળે છે. તેમની વૈયાવચ્ચ અને ભક્તિ, સંસાર સમુદ્રથી તારવા માટે નાવડીનું કામ કરે છે. તેમની કૃપાથી જ વિનય, વિવેક, ઉદારતા, ક્ષમા આદિ નિર્મળ ગુણોની પ્રાપ્તિ થાય છે. તેમને કરેલું વંદન નીચ ગોત્ર ખપાવે છે અને ઉચ્ચ ગોત્ર બંધાવે છે. સુગુરુના સમાગમ વિના જીવને કદીપણ સાચું જ્ઞાન થતું નથી. પુણ્ય-પાપ, ભક્ષ્યાભઢ્ય,
૨૪૦ • ધર્મ અનપેક્ષા