________________
મદ નાશ માટે નીચેની વિચારણા અને ઉપાયો પણ ઉપયોગી છે : (૧) પોતાના દોષોની એક યાદી બનાવો અને તેને રોજ લક્ષ્યપૂર્વક જોઈ જાઓ.
(૨) મદમાંથી ઉત્પન્ન થતા ભયંકર દોષોનો વિચાર કરો. મદમાંથી નીચે મુજબ દોષો ઉત્પન્ન થાય છે. અન્ય મનુષ્યો ઉપર તિરસ્કાર, બીજાને પીડવાની વૃત્તિ, દોષ દષ્ટિ, અસત્ય વચન, ક્રોધ, ચીડીયાપણું, અદેખાઈ, જુલ્મ, કિન્નાખોરી, કટુભાષણ, બુદ્ધિનાશ, ઉદ્વેગ ઈત્યાદિ.
(૩) પ્રભુ હૃદયમાં આવે છે ત્યારે “અહં બહાર જાય છે અને “અહુરૂપી મદ હૃદયમાં આવે છે ત્યારે પ્રભુ બહાર જાય છે અગ્નિ અને જળ બને જેમ એક જ સ્થળમાં રહી શકે નહિ, તેમ “અહં અને અહં (પ્રભુ) એક સ્થાને રહી શકે નહિ. એ માટે એક જગ્યા નથી. બેમાંથી એકે તો બહાર નીકળવું જ જોઈએ.
(૪) કોઈ પણ માણસ એમ કહી શકશે કે મેં મારું જીવન તદન ભૂલ વિનાનું અને નિષ્કલંક ગાળ્યું છે
(૫) જેનો ગર્વ થાય છે, તે પદાર્થો મૃત્યુ બાદ પોતાના મટી પારકા બને છે. કેટલીક વાર તો મૃત્યુ પહેલાં પણ તેમ થાય છે.
(૬) દરેક માણસ કોઈને કોઈ વિષયમાં તો પોતાનાથી ચઢિયાતો હોય છે. આ વિચારથી પણ મદજવર ગળી જાય છે.
(૬) ઈર્ષ્યા :- કામ, ક્રોધ, લોભ, મોહ અને મદની જેમ. ઈર્ષ્યા પણ અંદરનો એક મહાન શત્રુ છે. ઈર્ષ્યા એ ઉધઈ જેવી છે, તે જેને લાગુ પડે છે તેને ધીરે ધીરે ખલાસ કરીને જ જંપે છે.
ઈર્ષાને જીતવાનો ખરો ઉપાય પ્રેમ છે. જેના પર પ્રેમ હોય છે, તેના ઉપર ઇર્ષ્યા કદી થતી નથી. જેના હૃદયમાં ઈર્ષા હોય છે, તેની જીભમાં નિંદા પણ હોય જ છે. માટે નિંદા છોડવાનો ઉપાય પણ હૃદયમાંથી ઈષ્યને તિલાંજલિ આપી તેના સ્થાને પ્રેમ પ્રગટાવવો તે છે.
હૃદયમાંથી ઇર્ષા દોષને ટાળવા માટે પોતાના દોષોને જોયા કરવા અને બીજાની સારી બાજુ જોતા રહેવું. ખરાબમાં ખરાબ માણસના પણ ગુણો શોધવાની વૃત્તિ રાખવી. ખરા દિલથી જે પવિત્રતાને અને શુદ્ધ ચારિત્રને ચાહે છે, તેને જયાંથી અને ત્યાંથી સદ્દગુણો શોધી શોધીને પોતાના ચારિત્રમાં ઘટાવવા પડે છે, તેથી ગુણની હરિફાઈ-સ્પર્ધા થાય છે. પણ ઈર્ષ્યા થતી નથી, ગુણોની હરિફાઈથી ઉન્નતિ થાય છે અને દોષ દૃષ્ટિથી અવનતી થાય છે. ઇર્ષ્યાવાન દયાપાત્ર બને છે. જે વસ્તુઓ જોવાથી બીજાઓને આનંદ થાય છે, તે
૨૩૮ • ધર્મ અનપેક્ષા