________________
રીતિએ માને છે કે અધર્મ અને અનીતિ એ જ મનુષ્ય જાતિના શત્રુઓ છે, નહિ કે અમુક માણસ યા વસ્તુ, તેથી તે અધર્મ અને અનીતિ ભર્યા આચરણથી હંમેશાં બચતો રહે છે.
માત્ર પોતાના પૂરતી જ મર્યાદિત સ્વાર્થની લાગણીથી મોહ અત્યંત વૃદ્ધિ પામે છે. તેથી મોહને ઘટાડવા માટે વિવેકી આત્મા નિઃસ્વાર્થ પ્રેમનું ક્ષેત્ર વિસ્તારે છે અને ક્રમશઃ પ્રેમને વિશ્વવ્યાપી બનાવે છે. પોતાના સુખ કરતાં પણ પ્રાણી માત્રના સુખને તે અધિક ચાહે છે. આ ભાવના જ મોહનાશ માટેનું છેલ્લામાં છેલ્લું અને અતિ ઉગ્ર શસ્ત્ર છે. તેનાથી મોહનો એવો સમૂલ નાશ થાય છે કે જે કદી પણ પાછો ઊભો થઈ શકતો જ નથી. સ્વાર્થનો ત્યાગ કરી સમગ્ર વિશ્વના તમામ જીવો સુધી મૈત્રી ભાવનાને વિસ્તાર્યા વિના કોઈ પણ આત્મા સર્વથા દોષ રહિત-વીતરાગ બની શકતો નથી. (૫) મદ. :- મદ એટલે પ્રાપ્ત વસ્તુનો ગર્વ, આત્મનિરીક્ષણ કરવાથી મદ કે મિથ્યાભિમાન ટકી શકતું નથી.
વિદ્યાનો ગર્વ હોય તેણે વિચારવું કે તારા પોતાના વિષયમાં તું કેટલું જાણે છે ? દેહના અવયવો, ઇન્દ્રિયોનાં કાર્યો, લોહીનાં બિંદુઓ અને રજકણો, શરીરની રચના વગેરે સંબંધી કેટલું જ્ઞાન છે ? અને કદાચ હોય તો પણ તારા પોતાના પ્રયત્નથી તે : જ્ઞાન મેળવ્યું કે બીજાની સહાયથી ? રેતીનો કણ શાનો બને છે ? લોહચુંબક લોઢાને શાથી આકર્ષે છે ? વગેરે.
વકતૃત્વ શક્તિનો ગર્વ હોય તેણે વિચારવું કે હારી આ વકતૃત્વ શક્તિ ક્યાંથી આવી છે ? શું ‘તે' હંમેશાં એક સરખી રહેનારી છે ? વળી તેમાં તારો ફાળો કેટલો છે? અને શ્રોતાઓનો ફાળો કેટલો છે ? ભૂતકાળના વક્તાઓનાં વક્તવ્યો, મહાન ગ્રંથકારોના રચેલા ગ્રંથો અને ગુરુઓના આશીર્વાદ, આદિ અનેકનો એમાં ફાળો છે. ઉછીની વસ્તુઓનો ગર્વ શી રીતે કરી શકાય ? વળી ગર્વ વખતે વિચારવું કે મહાન કવિઓ, ગણિતશાસ્ત્રીઓ, યોદ્ધાઓ, કે કળાકારોનો ગર્વ કેટલો વખત ટકે છે ? પોતાની શક્તિઓ ઉ૫૨ પણ પોતાનો કાબૂ કેટલો છે ? શરીર, રોગ, જરા અને મૃત્યુ ઉપર કાબૂ કેટલો છે ? શક્તિઓ, ધારણાઓ અને આશાઓ કેટલી ક્ષણભંગુર છે ? નાનામાં નાની શક્તિ પણ મનુષ્યની નથી, કુદરતની છે. ચૈતન્યની સહાય વિના એક તણખલું પણ બાળી શકાતું નથી. સર્વ શક્તિઓ ચૈતન્યને અવલંબીને રહેલી છે. નેત્રોનું તેજ, વાચાની વાચા અને મનનું મનન પણ એક આત્મા જ છે. બાકી બધું માગી લાવેલા દાગીના સમાન છે, છતાં તેને પોતાનું માનવું એ મૂર્ખાઈ છે. જ્ઞાન, ડહાપણ, ધર્મ કે નીતિ વગેરે હોય તો પણ તે મોટે ભાગે બીજાની કૃપાથી પ્રાપ્ત થયેલાં છે અને તેથી પારકાં જ છે. તેનો ગર્વ મનુષ્ય શી રીતે કરી શકે ?
ધર્મ અનુપ્રેક્ષા • ૨૩૭