________________
હું શાનો લોભ રાખું છું ? તેની પ્રાપ્તિથી મળનારું સુખ કેટલો વખત ટકશે ? અંતે તેનાથી શો લાભ થવાનો છે ? લોભનું મૂળ અજ્ઞાન છે. ભોગની અસ્થિરતાનું તથા વસ્તુની અનિત્યતાનું જ્ઞાન થતાં જ લોભ ઓસરી જાય છે.
પર્વતથી પડતો ધોધ, ઝાકળનું બિંદુ, શરદઋતુનાં વાદળાં, પાણીના પરપોટા, ઝાંઝવાનાં નીર, કુપથ્ય અન્ન કે ખારું પાણી વગેરેની ઉપમાને પામેલા ભોગો અનિત્ય અસાર, કષ્ટકારક અને અતૃપ્તિકર છે. આજે ભોગવેલા કાલે સ્મૃતિ અને સ્વપ્નરૂપ બની જાય છે. કામનાઓ મનુષ્યના કટ્ટર શત્રુઓ છે. તૃષ્ણાઓની તૃપ્તિ માટે પ્રયત્ન કરવા એ બળતામાં ઘી હોમવા જેવું છે. એક માણસની કામનાને પણ સંસારના સર્વ પદાર્થો પણ પૂરી કરી શકે તેમ નથી લોભ એ માનસિક રોગ છે, અસાધ્ય વ્યાધિ છે, સંતોષ અને સંયમ એ જ એના માટે રામબાણ ઉપાય છે. નાનામાં નાની કામનાને પણ સંયમથી દાબી દેવા પ્રયત્ન કરવો એ જ કામનાને જીતવાનો મંત્ર છે. '
વળી વિચારવું કે આપણને જેના વગર ચાલે જ નહિ એવી કેટલી કઈ વસ્તુઓની આ દુનિયામાં આપણને સાચી જરૂર છે ? મધ્યસ્થપણે વિચાર કરતાં જણાશે કે જરૂરીયાતો ઘણી થોડી જ છે, મળેલી વસ્તુઓ પણ જરૂર કરતાં ઘણી વધારે છે. સંતોષીને માટે પૃથ્વી પલંગ છે, હાથ ઓશીકું છે, આકાશ છત્ર છે, ચંદ્રમા દીપક છે, દિશાઓનો પવન પંખો છે, વિરાગ પત્ની છે અને ન્યાયપૂર્વક પ્રવૃત્તિ કરતાં ભાગ્યાનુસાર સહજભાવે જે મળી આવે તે ભોજન છે. વાસ્તવમાં મનુષ્યને ઘણા જ ઓછા પદાર્થોની અને તે પણ અલ્પ સમયને માટે જ જરૂર છે. આ પ્રમાણે વિચાર કરવાથી લોભવૃત્તિ પાતળી પડે છે.
(૪) મોહ - મોહનું કારણ અવિદ્યા છે. પોતાની ન હોય તે વસ્તુને પોતાની માનવી તેનું નામ મોહ, મનુષ્યને શરીર આદિમાં પોતાપણાની બુદ્ધિ થાય છે તેમાં કારણ મોહ છે. શરીર પોતાનું હોય તો એક પણ ધોળાવાળને કાળો કેમ કરી શકાતો નથી ? ઘર પોતાનું હોય તો મરજીમાં આવે ત્યાં સુધી તેમાં કેમ રહી શકાતું નથી ?
મોહનું માહાભ્ય કેવું અગમ્ય છે, કે જે દેખતી આંખમાં ધૂળ નાખીને ખરાબ અને ગંદામાં ગંદા પદાર્થોને પણ સુંદર અને આકર્ષક તરીકે દેખાડે છે.
મોહ એટલે અજ્ઞાન. જેમ સૂર્યથી અંધકાર ટળે છે, તેમ જ્ઞાનરૂપી સૂર્યથી જ અજ્ઞાનરૂપ અંધકાર ટળે છે અને તે જ્ઞાન હું કોણ છું ? અને મારું શું છે ? તે સમજવારૂપ છે. જેને આ બરાબર સમજાઈ જાય છે તે બહારની કોઈ પણ વસ્તુથી લેપાતો નથી. પ્રારબ્ધ કર્મને અનુસાર જે મનુષ્ય પોતાને ઉચિત કરણી કરે છે, પણ તેમાં પોતાના કર્તુત્વનું ખોટું અભિમાન રાખતો નથી, તે પોતાની વિવેક બુદ્ધિથી ચોક્કસ
૨૩૬ • ધર્મ અનુપેક્ષા