________________
વસ્તુઓ જોઈને તે અત્યંત ઉદ્વેગ પામે છે. તેને મન અમૃત એ ઝેર જેવું, સ્વર્ગ એ નરક જેવું, અને પૂર્ણિમા અમાવાસ્યા જેવી લાગે છે. ઇર્ષ્યાવાન જેવો અભાગીઓ બીજો ભાગ્યે જ હોઈ શકે ! ઝેરની અસર જેવી શરીર પર થાય છે, તેવી કે તેથી કેઈ ગુણી ઇર્ષ્યાની અસર મન પર થાય છે. ઇર્ષાળુનું મન બેચેન રહે છે, શરીર તંદુરસ્ત રહેતું નથી, મન ખાલી થઈ નબળું પડી જાય છે, કોઈ કામ કરવું તેને ગમતું નથી, તેનો સઘળો આનંદ ખલાસ થાય છે, ઘણાખરા કજીયાઓનું મૂળ ઇર્ષ્યા હોય છે. ઇર્ષ્યાએ કજીયા કરાવી કેટલીયે પ્રજાઓનો અને વ્યક્તિઓનો નાશ કરાવ્યો છે.
જે માણસમાં પોતામાં ગુણો હોતા નથી, તે જ પ્રાયઃ બીજાના ગુણની ઇર્ષ્યા કરે છે. કારણ કે મનુષ્યનું મન તો પોતાના ગુણોમાં અથવા પારકાના દુર્ગુણોમાં રાચે છે. જેને પોતાનામાં ગુણ નહિ હોય તે મોટે ભાગે બીજાના દુર્ગુણોને જોયા કરશે. જે નબળો હશે તેજ બીજાના બળની ઇર્ષ્યા કર્યા કરશે. બીજાના ગુણોને સંપાદન કરવાની શક્તિ જેનામાં નથી હોતી તે જ માણસ પારકાના ગુણોને ઉતારી પાડી તેની બરોબરી કરવા મથે છે. તુચ્છ અને નબળા અંતઃકરણમાં જ ઇર્ષ્યાનો વાસ હોય છે.
દરેક મનુષ્ય કોઈક નહિ તો કોઈક અમુક કામમાં તો ખ્યાતિ મેળવવાને લાયક હોય છે. કારણ કે- સુખ, વૈભવ, કીર્તિ અને ખ્યાતિ મેળવવાનાં અનેક સાધનો છે. તે દરેકને જુદાં-જુદાં મળેલાં હોય છે અને તે દ્વારા તેઓને ખ્યાતિ મળતી હોય છે. તેની ઇર્ષ્યા કરવી તે કોઈ રીતે વ્યાજબી નથી. સૌ પોત-પોતાના પ્રારબ્ધ અને પુરુષાર્થ `અનુસાર કીર્તિ સંપાદન કરે છે. તેમની ઇર્ષ્યા કરવી એ નરી અજ્ઞાનતા છે. ઇર્ષ્યા કરવાથી કોઈને કંઈ પ્રાપ્ત થતું નથી. ઇર્ષ્યાને સ્થાને ગુણ દૃષ્ટિ કેળવવાથી દરેક વ્યક્તિમાંથી અને દરેક પ્રસંગમાંથી કંઈને કંઈ સદ્ગુણ પ્રાપ્ત કરી શકાય છે.
મહામંત્રના સાધકો માટે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને ઇર્ષ્યા, આ છ વસ્તુઓ અપથ્યના સ્થાને છે, દોષોની ખાણરૂપ છે અને તેથી તે અત્યંત ત્યાગ કરવા લાયક છે. અહીં સંક્ષેપમાં તે સ્વરૂપ બતાવ્યુ છે. તેના પુનઃ પુનઃ વાંચન, મનન અને પરિશીલન દ્વારા આપણે એ દોષોની પકડમાંથી ક્રમે ક્રમે મુક્ત થવાનું બળ કેળવવા ભાગ્યશાળી બનીએ એવી આશા છે.
પોતાના આત્મા ઉપરની વિજાતીય બળોની પકડમાંથી સર્વથા મુક્ત થવા માટે સજાતીય એવા આત્મતત્ત્વને સાચો ભાવ આપવો જોઈએ. જીવના જીવ પ્રત્યેના ભાવના પ્રભાવે, જીવનો મૂળ સ્વભાવ પ્રગટ થાય જ છે.
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૨૩૯