________________
શુભ પ્રકૃતિનો બંધ તથા પરિણામે સદ્ગતિ અને મોક્ષના અનંત સુખના ભાગી બનાય છે. આ રીતે ક્રોધના કટુ વિપાકો તથા ક્ષમાના ગુણોનું ચિંતન કરવું એ ક્ષમા ગુણની ઉત્પત્તિમાં હેતુ છે.
ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરી ચૂકેલા અને સહજભાવે ક્ષમા ભાવને વરેલા મહાપુરુષો પ્રત્યે નમ્રવૃત્તિ કેળવવાથી, ભાવપૂર્વક તેમને નમસ્કાર કરવાથી અને એમના ગુણોની અનુમોદના, સ્તવના આદિ કરવાથી પણ ક્ષમાગુણ પ્રકટી શકે છે તેથી તે પણ તેના હેતુઓ છે.
જગતના તમામ જીવો પ્રત્યે મૈત્રીભાવ કેળવવાથી પણ કોઈના ઉપર કષાય થતો નથી અને ક્ષમા સહજ બને છે. સાધારણ રીતે તમામ ધર્માનુષ્ઠાનના મૂળમાં મૈત્રીભાવ જરૂરી છે. મૈત્રીભાવયુક્ત અનુષ્ઠાનને શાસ્ત્રકારોએ ધર્મ કહ્યો છે એ રીતે ક્ષમામાં પણ મૈત્રીભાવ જરૂરી છે. ..
ક્ષમાનું સ્વરૂપ પોતાની નિરાકુલ અવસ્થા, દૃષ્ટિમાં કરુણા, જેના સાનિધ્યમાં અશાંત અને સતત વૈરભાવથી ભરેલા આત્માઓ પણ શાંત અને વૈરભાવ વિનાના બની જાય તેવી પ્રસન્ન, ઉદાત્ત, અને શાંત તથા આનંદમય મુખમુદ્રા વગેરે ક્ષમાનું સ્વરૂપ છે. ક્ષમાનું જેમણે આવું નિરૂપાધિક સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે તેમના દર્શન માત્રથી મહાપાપીઓના પણ પાપ નાશ પામી જાય છે અને તેઓ પવિત્ર બની જાય છે.
ક્ષમાનું ફૂલ . ક્ષમાનું તાત્કાલિક ફળ ચિત્તની પ્રસન્નતા, આશયની ઉદારતા, અશુભતર અને ક્લિષ્ટતમ કર્મપ્રકૃતિઓનો પ્રતિ સમય હૃાસ અને શુભ પુણ્યાનુબંધી પુણ્યનો ઉત્કૃષ્ટ બંધ વગેરે તત્કાલિક ફળ છે અને પરંપરાએ દેવ, મનુષ્યની ઉત્તમગતિ, ધર્મની સામગ્રી, બોધી, સમાધિ અને સર્વ કર્મ રહિતપણું પરંપરા ફળ છે.
- આ રીતે બીજા પણ દરેક સગુણોના હેતુ, સ્વરૂપ અને અનુબંધ (ફળ)થી વિચાર કરવા વડે સદ્ગણો ઉપર અંતરંગ પ્રીતિ જાગૃત થાય છે. વસ્તુના ગુણ જાણ્યા પછી વસ્તુ ઉપર જે ભાવ જાગૃત થાય છે તે ભાવનો સંસ્કાર ઘણો જ ઊંડો ઉતરે છે અને જન્માંતર સુધી પહોંચે છે.
ધર્મ અનપેક્ષા - ૨૪૫