________________
માનસિક રોગ ટાળવાનો રામબાણ ઉપાય
ખરાબ વિચારો એ માનસિક રોગ છે. ભલે તે જુદા જુદા અનેક આકારે પ્રગટ થાય પણ મૂળ તો તે બધા વિકૃત મનના પરિણામો છે. જુદા જુદા તે તમામ ખરાબ વિચારોને અટકાવવાનો અને માનસિક રોગોને ટાળવાનો સિદ્ધ રામબાણ ઉપાય શ્રીપંચપરમેષ્ઠિ નવકાર મંત્રના પવિત્ર જાપથી મનને વાસિત કર્યા કરવું તે છે. અથવા મહામંત્રના પ્રથમ પદ સ્વરૂપ “નમો અરિહંતાĪ'નું રટણ કર્યા કરવું તે છે. તે સંબંધી કહ્યું છે કે–
“નમસ્કાર અરિહંતને વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ત. આર્તધ્યાન તસનવિ હુએ, નવિ હુએ દુર્ગતિ વાસ, ભવક્ષય કરતાં સમરતાં, લહીએ સુકૃત અભ્યાસ.’’ ૧
જેમ કુશળ વૈદ્ય હજારો રોગોની એક જ દવા શોધી કાઢે છે તેમ જ્ઞાની ભગવંતોએ મનુષ્યોના માનસિક હજારો રોગના નાશ માટે અમોઘ જડીબુટ્ટી સમાન આ મંત્રને ફરમાવ્યો છે. આ નવકારરૂપી કેશરી કિશોર જ્યાં સુધી આપણા મનમાં નિર્ભયપણે ફરે છે, ત્યાં સુધી પાપ વિચારરૂપી તુચ્છ સત્ત્વો પ્રવેશ પામી શકતા નથી. “સર્વજગતનું કલ્યાણ થાઓ' એવી શુભ ભાવનાપૂર્વક મહામંત્ર શ્રીનવકારના સતત સ્મરણથી માત્ર માનસિક ખરાબ વિચારો અટકે છે, એટલું જ નહિ પણ ખરાબ વિચારને ઉત્પન્ન થવાની મૂળભૂત યોગ્યતા જ નાશ પામે છે. મહામંત્ર શ્રીનવકા૨ની એ જ વિશેષતા છે. ‘‘સવ્વપાવપ્પળાસળો” એ પદમાં આ અર્થ છુપાયેલો છે.
મોટો ભાઈ, પોતાના નાના ભાઈના ધગધગતા કપાળ ઉપર ચંદનનો લેપ લગાવે તેમ સાધકે પોતાના ચિત્તને ‘શિવમસ્તુ સર્વજ્ઞાતઃ 'ની ભાવનાના દિવ્યચંદનનો લેપ કરવો જોઈએ.
૨૪૬ ૦ ધર્મ અનુપ્રેક્ષા