________________
સુખકારક શ્રીનવકાર
. हरइ दुहं कुणइ सुहं जणइ जसं सोसए भव समुदं ।
इह लोय पारलोइय, सुहाण मूलं नमुक्कारो ॥१॥ અર્થ :- શ્રીનમસ્કાર મહામંત્ર દુઃખને હરે છે, સુખને કરે છે, યશને ઉત્પન્ન કરે છે, ભવસમુદ્રને શોષવે છે તથા આ નવકાર આલોક અને પરલોકનાં સઘળાં સુખોનું મૂળ છે.
શાસ્ત્રોમાં ઠેર ઠેર મહામંત્ર શ્રીનમસ્કારનો જે મહિમા બતાવવામાં આવ્યો છે તે કેવળ શ્રદ્ધોક્તિ નથી, તેમાં અતિશયોક્તિભર્યું કંઈ પણ નથી. પરંતુ જ્ઞાનીઓની દષ્ટિએ એક સિદ્ધ થયેલી હકીકત છે. આજે પણ સમર્પિતભાવે જેઓ મહામંત્રને શરણે જાય છે અને વિધિપૂર્વક તેનું આરાધન કરે છે, તેમને પોતાની યોગ્યતાનુસાર યત્કિંચિત્ પણ સ્વાનુભવ થયા સિવાય રહેતો નથી. માત્ર તે અનુભવ મેળવવા માટે સાધકે પોતાની યોગ્યતા વધારવાની જરૂર રહે છે.
શ્રીનમસ્કારનું સ્મરણ દુઃખને હરે છે, સુખને કરે છે ઇત્યાદિક કહેવાની પાછળ જે રહસ્ય રહેલું છે, તે સ્થિર બુદ્ધિથી વિચારવાથી એ વાત સમજી શકાય તેવી છે.
આપણા ચિત્તમાં સત્ત્વ, રજસુ, અને તમસ નામની ત્રણ વૃત્તિઓ રહેલી છે. તેમાં જ્યારે ચિત્ત તમોવૃત્તિથી આવૃત્ત થાય છે, ત્યારે તેમાં કામ, ક્રોધ, લોભ, મોહ, ઇર્ષ્યા, અહંભાવ, માયા, અસત્યતા, કઠોરતા, ઈર્ષ્યાળુતા, ચિંતાતુરતા, દીનતા, નિર્માલ્યતા, લુબ્ધતા, મૂઢતા આદિ ક્લિષ્ટ લાગણીઓ ઉત્પન્ન થાય છે અને ચિત્તની એ ક્લિષ્ટ લાગણીઓ જ આપણા દુઃખમાં મુખ્ય હેતુભૂત હોય છે.
ચિત્તનો એવો ધર્મ છે કે તે જેવા ભાવમાં ભળે છે, તેમાં તે તદાકાર બની જાય છે. જ્યારે તે ક્રોધાદિ ક્લિષ્ટ ભાવોની અસર નીચે આવે છે, ત્યારે તે તદ્રુપ બની જાય છે. એ ક્લિષ્ટ વૃત્તિઓ આત્મામાં વિવિધ પ્રકારના સંક્લેશો ઉત્પન્ન કરે છે, એ એક અનુભવ સિદ્ધ હકીકત છે.
હવે એ જ ચિત્ત જ્યારે સાત્વિકાદિ ભાવોથી ભરપૂર પંચપરમેષ્ઠિઓનું ઉત્તમ આલંબન પામી તેમાં લીન થાય છે, ત્યારે તે દુઃખકારક ક્લિષ્ટ વૃત્તિઓથી એટલો વખત નિરાળું બને છે અને પોતે સત્ત્વપ્રધાન વૃત્તિઓ સાથે તદાકાર બને છે. આ સત્ત્વગુણનો પ્રભાવ જ એવો છે કે તે ચિત્તમાં આહ્વાદ, પ્રસન્નતા અને પ્રમોદ આદિ ઉત્તમ ભાવોને ઉત્પન્ન કરે છે, કે જે ભાવો ઉત્પન્ન થતાં દુઃખ ટકી શકતું નથી. | સુખ અને દુઃખ એ બહારથી આવતાં નથી, પણ બન્ને ચિત્તના ધર્મ હોવાથી
ધર્મ અનુપ્રેક્ષા - ૨૪૯