________________
શિષ્ટાચાર પ્રશંસા-૬
(આ પત્ર-લેખમાં શિષ્ટાચારનું પાલન અને તેની ભૂરિ-ભૂરિ અનુમોદના જીવને કેટલી ઉપકારક નીવડે છે તે સરસ રીતે સ્પષ્ટ કરવામાં આવેલ છે. સં.)
સુમન ! શિષ્ટાચાર એ જગતમાં સર્વ આસ્તિકદર્શનમાન્ય સાધારણ ધર્મ છે, સર્વધર્મની ભૂમિકા છે, આત્મધર્મરૂપી કલ્પવૃક્ષનું બીજ છે, લૌકિક–લોકોત્તર સર્વ સુખોનો આધાર છે, જીવોનો રક્ષક છે. ગુણ માત્રનો પિતા છે, સર્વ દુઃખોમાંથી છૂટવાનો અનન્ય અસાધારણ ઉપાય છે અથવા જીવ માત્રનો સાચો પ્રાણ છે એમ જીવનું જે કંઈ હિતકર કહો કે તે શિષ્ટાચારનું પાલન છે. એને માતા કહો, પિતા કહો, બંધુ કહો, મિત્ર કહો, સર્વ વિદ્યાની વિદ્યા કહો કે સર્વ પ્રકારનું ધન કહો, જીવનું સર્વસ્વ એક જ શિષ્ટાચારનું પાલન છે. - સુમન ! ત્રણે કાળમાં જીવનું હિત કરનાર શિષ્ટાચારને જગતમાં જીવંત રાખવો એ જ એક મનુષ્યનું કર્તવ્ય છે. સર્વ કર્તવ્યોનું તે એક કર્તવ્ય છે, તેથી તેની પ્રશંસા કરવી અનિવાર્ય છે. કારણ કે શિષ્ટાચારનું દાન કરવાનો અને તેનું પાલન અખંડ રાખવાનો ઉપાય એક જ તેની પ્રશંસા છે..
સુમન પોતાના કે બીજાઓના શિષ્ટાચારના પાલને આપણા ઉપર વિવિધ અને વિશિષ્ટ ઉપકારો કર્યા છે, તેથી તેની સેવા અથવા તેને જીવંત રાખવાનો વિધિપૂર્વકનો યથાશક્ય પ્રયત્ન આપણે ન કરીએ તો કૃતજ્ઞ બનીએ. કૃતજ્ઞતા એ મોટામાં મોટું પાપ છે.
સુમન ! જન્મ દેનારી જનેતાના ઉપકારો કરતાંય શિષ્ટાચારોના ઉપકારો આપણા ઉપર ઘણા છે. એનું વર્ણન ક્યા શબ્દોમાં કરી શકાય ?
સુમન ! ભૂતકાળમાં અજ્ઞાન–મોહ વગેરે આપણા દોષોથી શિષ્ટાચારનો દ્રોહ કિરીને આપણે જ્યારે દીન-દુઃખી-આંધળા-બહેરા-બોબડા-અનાથ-રાંક-નિરાધાર બની અસહ્ય દુઃખોના ભોગ બન્યા ત્યારે ત્યારે એ દુઃખોથી બચાવવા કે દિલાસો આપી દુઃખમાં સમાધિ કેળવવા જે જે શિષ્ટાચારીઓએ આપણને ઓછા-વધુ પ્રમાણમાં ઉપકાર કર્યો, અથવા કોઈ તથાવિધ પુણ્યના બળે આપણને વિવિધ વૈભવ અને ભોગસામગ્રી કે ગુણસંપત્તિ મળી હશે ત્યારે પણ અહંકારને વશ થયા વિના તેના બળે સ્વપર હિત કર્યું હશે તે સઘળો ઉપકાર તત્ત્વથી શિષ્ટાચારોનો જ છે, એમ હવે તને સમજાયું હશે. સુમન ! જગતમાં શિષ્ટાચારો કે તેના પાલકો ન હોત તો આપણી દયા કોણ
ધર્મ અનુપ્રેક્ષા • ૧૬૧