________________
મહામંત્ર શ્રીનવકારમાં આત્મસમદર્શિત્વ અને પરમાત્મસમદર્શિત્વ એ બન્ને ભાવોનો સુમેળ સધાયેલો છે. એને સમજયા વિના અને જીવનમાં ઉતાર્યા વિના નવકારની સાધના અધૂરી રહે છે. એટલે જ્ઞાનીઓની દષ્ટિએ નવકાર સાધનાનું અંતિમ ધ્યેય એ બન્ને ભાવોને જીવનમાં ઉતારવા એ છે. એ બંને ભાવો જયારે જીવનમાં ઉતરે છે, ત્યારે મહામંત્રની સાધના સંપૂર્ણ બને છે.
મહામંત્ર નવકારની સાધનાથી કેવી રીતે તે બંને ભાવો જીવનમાં ઉતરે છે તે હવે તપાસીએ.
નવકારની ચૂલિકામાં જણાવ્યા મુજબ નવકારનું મુખ્ય પ્રયોજન પાપોને અટકાવવાનું અને મંગલની પ્રાપ્તિ કરાવવાનું છે. પરંતુ આત્મસમદર્શિત્વ આવ્યા વિના પાપ રોકાતું નથી અને પરમાત્મસમદર્શિત્વનો ભાવ ઉઘડ્યા વિના આત્મલાભરૂપ મુખ્ય મંગળની પ્રાપ્તિ થઈ શકતી નથી. સર્વ પાપનું મૂળ અનાત્મસમદર્શિત્વ છે અને સર્વ મંગળોનું મૂળ પરમાત્મસમદર્શિત્વ છે. તેથી નવકારની આરાધનાની પાછળ ઉદ્દેશ “આત્મસમદર્શિત્વ” અને “પરમાત્મસમદર્શિત્વના ભાવને પામવાનો હોવો જોઈએ. અને એના પરિણામે ઉભયલોકના સુખનો લાભ થવો એ મહામંત્રની સાધનાનું ફળ છે. એ રીતે પ્રયોજન અને ફળ વચ્ચે રહેલું અંતર તપાસતાં નવકાર ગણતી વખતે પાપનાશ અને મંગલનું આગમન પ્રયોજન તરીકે રહેવું જોઈએ. એ બન્નેને ઉદ્દેશીને નવકાર ગણાવવો જોઈએ.
પાપ નાશનો અર્થ અહીં પાપના બીજનો નાશ સમજવાનો છે. પાપનું બીજ એટલે જ અનાત્મસમદર્શિત્વ. મંગલનું આગમન એટલે પરમાત્મપદની પ્રાપ્તિ. તેનું બીજ પરમાત્મસમદર્શિત્વનો ભાવ છે. અંશથી પણ તે બન્ને પ્રકારનો ભાવ જો નવકારની આરાધના વડે ન વિકસે તો નવકાર નિષ્ફળ છે. પ્રયોજન વિના મંદ બુદ્ધિ પણ પ્રવૃત્તિ કરતો નથી. તેથી નવકારનાં બન્ને પ્રયોજન નક્કી કરીને તેની આરાધના થાય તો જ તેની પ્રવૃત્તિમાં વેગ આવે અને તેના ફળના સાચા અધિકારી થઈ શકાય. અર્થાત્ આ રીતે સમજીને વિધિપૂર્વક આરાધેલો આ મહામંત્ર અવશ્ય મોક્ષ સુખનું કારણ બને છે અને જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી પણ આ લોકમાં સર્વત્ર પ્રશસ્ત અર્થ, કામ, આરોગ્ય અને અભિરતિ (આનંદ-મંગળ), તથા પરલોકમાં દેવ અથવા મનુષ્યની ઉત્તમગતિ અને બોધી વગેરેને પ્રાપ્ત કરાવી અંતે સિદ્ધિના અનંત સુખને આપનારો બને છે."
-
પા
૧. રૂદત્તો બOામ, મારુ બિરુ ન નિત્તી | સિદ્ધી આ સન સુત્ર પવાયાડુ ય પરત્નો | શ્રીનમસ્કાર નિયુક્તિ
ધર્મ અનુપ્રેક્ષા • ૨૩૧