________________
સમગ્ર જગતના તમામ જીવોની સાથે જ્યાં સુધી સમદર્શીપણું આવી શકતું નથી ત્યાં સુધી મોક્ષના સાચા અધિકારી બની શકાતું નથી. મોક્ષમાં અનંત જીવોની સાથે સમાઈ જવાનું છે. સંસાર અવસ્થામાં તેની મનથી તાલીમ લેવાની છે. અર્થાત્ પોતાના મનમાં જગતના તમામ જીવોને જે સમાવી શકે છે, તેને જ મોક્ષનો અધિકાર મળે છે. મુમુક્ષુ આત્માઓ માટે આ અંતિમ પરીક્ષા છે. એમાં ઉત્તીર્ણ થનારને મોક્ષ પ્રાપ્તિરૂપ સર્વશ્રેષ્ઠ ઇનામ મળે છે.
આ રીતે મહામંત્ર શ્રીનવકારમાંથી આપણને મોક્ષના અનન્ય કારણભૂત આપણા શ્રેષ્ઠ કર્તવ્યોની ઝાંખી થાય છે. આ મહામંત્ર તો સનાતન સત્યોનો ભંડાર છે. ગુરુકૃપાથી જ તે સત્યો સમજવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય છે.
' પરમાત્મસમદર્શિત્વ મહામંત્રની સાધના માટે સાધકની ચોથી યોગ્યતા પરમાત્મસમદર્શિત્વ ભાવ છે. પરમાત્મસમદર્શિત્વ ભાવ એટલે મારો આત્મા પરમાત્મા સમાન છે. એવો ભાવ સિદ્ધનો જે સ્વભાવ છે, તે જ સાધકની યોગ્યતા છે. જેમ બીજ વિના વૃક્ષ હોય નહિ, તેમ યોગ્યતા વિના કોઈ પણ પ્રવૃત્તિનું ફળ મળી શકે નહિ.
મારો આત્મા પરમાત્માની સમાન છે એ શુદ્ધ નિશ્ચય છે અને જગતના તમામ જીવો મારા આત્માની સમાન છે, માટે તેમને પીડારૂપ ન થાય તેવો યોગ્ય વ્યવહાર મારે કરવો જોઈએ એ શુદ્ધ વ્યવહાર છે. નિશ્ચયના લક્ષ્યપૂર્વકનો શુદ્ધ વ્યવહાર જીવને મોક્ષનગરમાં લઈ જાય છે. એકલો વ્યવહાર કે એકલો નિશ્ચય મોક્ષસાધક બની શકતો નથી. શુદ્ધ વ્યવહારના પાલન સિવાય સાચો નિશ્ચય કદી પણ પ્રગટી શકતો નથી. એટલે મોક્ષમાર્ગમાં શુદ્ધ વ્યવહારના પાલનની પ્રથમ જરૂર રહે છે. આ શુદ્ધ વ્યવહાર નિશ્ચયનો પરિશોધક છે.
જગતના તમામ જીવો મારા આત્મા સમાન છે. આવો આત્મસમદશિત્વભાવ આવ્યા વિના જ મારો આત્મા પરમાત્મા સમાન છે એ માનવા માત્રથી પરમાત્મપદની પ્રાપ્તિ થતી નથી, અને એ સાચું પરમાત્મસમદર્શિપણું નથી પણ તે એક પ્રકારની ભ્રમણા છે. કારણ વિના જ કાર્યસિદ્ધિ માની લેવા જેવી બાળચેષ્ટા છે. એટલે પરમાત્મસમદર્શિત્વનો ભાવ આત્મામાં પ્રગટાવવા માટે પ્રથમ જગતના તમામ જીવો સાથે આત્મસદર્શિત્વનો ભાવ જગાડવાની મુખ્ય જરૂર રહે છે. પરમાત્મસમદર્શિત્વનો ભાવ પ્રગટાવવાનો એ જ સાચો ઉપાય છે.
૧. સિદ્ધહ્ય હિ સ્વભાવો:, સૈવ સીધયો થતા | શ્રીઅધ્યાત્મસાર
૨૩૦ • ધર્મ અનુપ્રેક્ષા