________________
‘સર્વત્ર સર્વે સુહિનો ભવન્તુ', ‘સવ્વ મૂયળમૂયસ્ત’. ઇત્યાદિ
આ ‘સર્વ’ શબ્દોના પ્રયોગની પાછળ એ રહસ્ય છે કે ચૈતન્યવાળા એક પણ જીવને તેમાંથી બાદ કરી શકાય નહિ. એક જીવની ઉપેક્ષાથી સર્વની ઉપેક્ષા આવી જાય છે. કારણ કે કર્મની પરતંત્રતાથી જીવો ભલે જુદીજુદી વિષમ અવસ્થાઓ ધારણ કરતા હોય અને ભલે જુદીજુદી રીતે ઓળખતા હોય પણ ચૈતન્યની અપેક્ષાએ જગતના તમામ જીવો સમાન છે. એ રીતે પોતાના આત્માથી અભિન્નપણે એટલે કે જગતના તમામ જીવોને પોતાના આત્માની સમાન- આત્મસમશિત્વભાવે જોનાર આવો સમદષ્ટિજીવ મોક્ષને પ્રાપ્ત કરનાર બને છે.૧ કારણ કે તેને જીવ માત્ર ઉપર સમાન ભાવ છે. જીવોનું નિરુપાધિક સ્વરૂપ શુદ્ધ છે, તેને લક્ષ્યમાં રાખીને જીવ માત્ર ઉપર તે બહુમાનવાળો બને છે અને એથી જ તે સાચો દષ્ટા છે. એનું જ નામ સાચું સમ્યગ્દર્શન છે.
આત્મસમદર્શિત્વભાવ પ્રગટ્યા વિના ક્ષમા વગેરે ધર્મો કે વાસ્તવિક મૈત્રી આદિ ભાવો પણ પ્રગટી શકતા નથી. જીવમાં મૈત્રી આદિ ભાવો તો ભરેલા જ છે. પણ મોહના કા૨ણે તે માત્ર પોતા પૂરતા જ મર્યાદિત છે. ક્રૂરમાં ક્રૂર ગણાતાં અને ઝેરીમાં ઝેરી ગણાતાં પ્રાણીઓમાં પણ પોતા સુધી તો મૈત્રીનો ભાવ બરાબર હોય જ છે. ક્રોધમાં અંધ બનીને ચંડકૌશિક સર્વે જ્યારે ભગવાનશ્રીમહાવીરના ચરણે દંશ આપ્યો, ત્યારે તેણે વિચાર્યું કે મારા વિષથી આક્રંત થઈને હમણાં જ આ નીચે પડી જશે, પરંતુ તે મારા ઉપર ન પડે, હું છુંદાઈ ન જાઉં એમ માની પોતાને પીડા ન થાય તે માટે પોતે દૂર ખસી ગયો. તાત્પર્ય એ છે કે મૈત્રી આદિ ભાવો પોતા પૂરતા તો સૌમાં હોય છે. એટલે આ મૈત્રી આદિ ભાવો નવા પ્રગટાવવાના નથી, પણ તેને સ્વમાંથી ખેંચી–માત્ર સ્વાર્થમાંથી ખેંચી સર્વ તરફ વાળવાના છે. મૈત્રી આદિ ભાવોને અકાળે ટાળી શકાતા નથી, પણ તેમને યોગ્ય દિશામાં વાળી જરૂર શકાય છે. ભગવાને એ ભાવ સર્વ જીવો સુધી વિસ્તાર્યો હતો. એક પણ જીવને તેમાંથી બાકાત રાખેલ નહિ. અને તેથી જ દંશવા આવેલ ચંડકૌશિક ઉપર પણ ભગવાન પોતાનો અખંડ મૈત્રીભાવ ટકાવી શક્યા હતા, કારણ કે ભગવાનના આત્મામાં જગતના તમામ જીવો પ્રત્યે આત્મસમદર્શિત્વનો ભાવ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. ભગવાનના આ આત્મસમદર્શિત્વભાવે ચંડકૌશિક જેવા ઘોરાતિઘોર અપરાધીના હૃદયમાં પણ જાદુઈ અસર કરી. ક્રોધી સર્પમાંથી સ્વાર્થભાવ વિલીન થઈ ગયો. પ્રભુની કરુણાપૂર્ણ દૃષ્ટિએ એનામાં પરહિતચિંતાનો ભાવ એવો જાગ્રત કર્યો કે પ્રાણાંતે પણ સર્પનો એ ભાવ હણાયો નથી. આ મૈત્રી આદિ ભાવો જ્યાં
૧. અનિચ્છન્ ર્મવૈષમ્ય, બ્રહ્માંશેન સમં નાત્ ।
આત્માડમેરેન યઃ પશ્ય-સૌ મોક્ષાની શમી /// શ્રીજ્ઞાનસાર ૬/૨ ૨૨૮ • ધર્મ અનુપ્રેક્ષા