________________
“પરોપકારમાં જેની બુદ્ધિ છે અને કરેલા ઉપકારને જે ભૂલતો નથી એવા માત્ર બે જ પુરુષોને પૃથ્વી ધારણ કરો.” અથવા આવા બે પુરુષથી જ આ પૃથ્વી ટકી રહી છે. અહીં ‘બે પુરુષથી જ' એમ લખ્યું છે તે જાતિમાં એક વચન છે. અર્થાત્ આવી જાતના પરોપકારવૃત્તિવાળા અને કૃતજ્ઞ મનુષ્યો દુનિયામાં વસે છે, તેથી જ આ પૃથ્વી ટકી રહી છે. જે દિવસે બધા જ સ્વાર્થપરાયણ અને કૃતઘ્ન બની જશે, તે દિવસે પૃથ્વી ઉપર સત્ તત્ત્વ ટકી શકશે નહિ અને સત્ તત્ત્વનો નાશ થવો એ જ પરમાર્થથી નાશ છે. એટલે સત્ તત્ત્વને-ધર્મતત્ત્વને ટકાવવામાં પ્રધાન ફાળો કૃતજ્ઞભાવ અને પરોપકારવૃત્તિનો છે.
વળી શક્ય પરોપકાર કર્યા વિના મુક્તિસાધક યોગોની પરંપરા પણ અવિચ્છિન્ન બની શકતી નથી. જે બીજાને આપતો નથી, તેને જન્માંતરમાં ઉત્તમ સામગ્રી મળતી નથી એટલે વસ્તુતઃ તો પરનું હિત કરનારો જ પોતાનું સાચું હિત સાધી શકે છે.
આ રીતે મહામંત્ર નવકાર એ મુમુક્ષુ જીવોમાં પરોપકારભાવ ખીલવવા માટેનો એક સુંદર પદાર્થપાઠ પૂરો પાડે છે.
આત્મસમદર્શિત્વ
મહામંત્રની સાધના માટે સાધકની ત્રીજી યોગ્યતા સર્વ જીવો સાથે આત્મસમદર્શિત્વભાવ કેળવવો તે છે. આત્મસમદર્શિત્વભાવ એટલે જગતના તમામ આત્માઓ આપણા આત્માની સમાન છે. એવો ભાવ આપણા આત્માની સમાન છે એટલે આપણને જેમ સુખ ઇષ્ટ છે અને દુ:ખ અનિષ્ટ છે, તેમ જગતના તમામ જીવોને સુખ ઇષ્ટ છે અને દુઃખ અનિષ્ટ છે. જે વસ્તુ આપણને અનિષ્ટ હોય તે બીજા પ્રત્યે પણ ન ઇચ્છવી, ન આચરવી અને સૌનું શુભ ઇચ્છવું, કરવું એ ન્યાયબુદ્ધિનું લક્ષણ છે. ધર્મનો એ સંક્ષેપમાં સાર છે.
અનાદિકાળથી જીવને જડ પદાર્થોની સાથે સહજ ભાવે પ્રીતિ છે અને જગતના જીવો સાથે અપ્રીતિભાવ છે. તે ભાવ અતિ મલીન છે, કારણ કે તેમાં ચૈતન્યનું અપમાન છે. જે તત્ત્વ અતિમહિમાવંતુ હોય, તેનું સન્માન કરવું જોઈએ. તમામ જ્ઞાની પુરુષોએ ચૈતન્યનું બહુમાન કર્યું છે. જ્યાં જ્યાં ચૈતન્ય છે, ત્યાં ત્યાં સર્વત્ર શુભની ચાહના કરી છે ચૈતન્ય માત્રનું બહુમાન કરવા શાસ્ત્રોમાં જ્યાં ત્યાં ‘સર્વ' શબ્દનો પ્રયોગ યોજવામાં આવ્યો છે. જેમકે–
'खामेमि सव्व जीवे,' 'सव्वे जीवा खमंतु मे, 'मित्तीमे सव्व भूएसु', 'सव्वस्स जीवरासिस्स', 'सव्वं खमावइत्ता', 'खमिअ सव्व जीवनिकाय', 'सव्वे जीवा कम्मवस', 'सव्वं खमाविआ', ‘शिवमंस्तु सर्वजगतः ' 'सर्व कल्याणकारणम्', 'दुःस्थां भवस्थिति' स्थेम्ना ‘સર્વનીવેષુ વિત્યન્’,
૧. સવ્વ સૂયમૂબમ્સ, સમાં ભૂયારૂં પાસો । શ્રી દશવૈકાલિક સૂત્ર ૪/૯ ધર્મ અનુપ્રેક્ષા ૦ ૨૨૭