________________
મનને ખરાબ સંસર્ગથી બચાવી લેવું જોઈએ અને સારા સંસ્ટંગમાં જોડવું જોઈએ.
દુરાચારી માણસો મોટા ભાગે ખરાબ સંસર્ગથી જ દુરાચારી બન્યા હોય છે.
મોટા મોટા ગણાતા ગુન્હાઓની ઉત્પત્તિ અનુક્રમે આ પ્રમાણે થાય છે. કામમાં ક્રોધ, ક્રોધમાંથી મોહ, મોહમાંથી સ્મૃતિભ્રંશ, સ્મૃતિભ્રંશથી બુદ્ધિનાશ અને બુદ્ધિનાશથી પાપાચરણ ઉત્પન્ન થાય છે. પરંતુ એ કામાદિનું પણ મૂળ કારણ તો ખરાબ સંસર્ગ છે. કામ-ક્રોધાદિ તથાવિધ કર્મોદય દરેકની અંદર હોય છે. પવન જેમ અગ્નિને પ્રદીપ્ત કરે છે તેમ કુસંસર્ગ તે કામ-ક્રોધાદિને ઉત્તેજિત કરે છે.
ખરાબ સાંભળવું, ખરાબ જોવું, ખરાબ ગાવું, ખરાબ બોલવું, ખરાબ ચાલવું, ખરાબ વસવું, ખરાબ સંકલ્પો કરવા વગેરે, અંદરના છૂપા રહેલા દોષોને અને વિઘ્નોને એકદમ વધારી મૂકે છે. ત્રિભુવનપતિ શ્રીતીર્થંકર પરમાત્મા ભગવાન શ્રીમહાવીરદેવ આદિ મહાપુરુષોને પણ અંદ૨ના શત્રુઓ સાથે ઘોર યુદ્ધ કરવું પડ્યું હતું. તો બીજાઓ કે જે તેઓના પગની રજ સરખા પણ નથી, તેઓએ ખરાબ સંસર્ગમાં રહીને, દોષોને જીતવાની વાત કરવી એ ખૂબ જ જોખમી છે.
એથી જ ખરાબ સંસર્ગનો ત્યાગ કરી સારા સંસર્ગમાં રહેવું એ સાધના માર્ગમાં સૌથી પ્રથમ શરત છે.
સંદાચારી પુરુષોની વચ્ચે વસવા માત્રથી અનેક પાપી આત્માઓનો પણ ઉદ્ધાર થયો છે. સાધના માર્ગમાં એ ઉત્તમ પ્રકારના પથ્યનું પાલન આવશ્યક છે અને કુસંસર્ગમાં રહેવું એ સૌથી મોટું કુપથ્ય તજવા યોગ્ય છે. બહારનું સૌથી મોટામાં મોટું એ વિઘ્ન છે. અંદરનાં વિઘ્નો
(૧) કામ :- અંદરના વિઘ્નોમાં કામ એ સૌથી પ્રથમ વિઘ્ન છે. કામવાસના અનેક દોષોની ઉત્પત્તિનું સ્થાન છે. શિકાર, જુગાર, દિવસે નિદ્રા, પરનિંદા, ખરાબ સ્ત્રીઓનો સંગ, ગીત, નૃત્ય, વાજિંત્ર અને રખડવું, એ દશ કુટેવો કામી પુરુષોની વૃત્તિમાં હોય છે.
ઉત્તમ સદાચારી પુરુષોની વચ્ચે વિનમ્રભાવે વસવું તથા બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન કરવું, એ કામવાસના ઉપર કાબૂ મેળવવાનો સરળ ઉપાય છે. તથા નીચેના વિચારોનું પુનઃ પુનઃ પરિશીલન તથા અનુભાવન પણ કામવાસના ઉપર કાબૂ મેળવવા માટે પરમ સહાયકારક છે.
૧. સર્વ વિશ્વ પ્રત્યે અને સ્ત્રી જાતિ પ્રત્યે દિવ્ય માતૃભાવ કેળવવો. માતા સંબંધી વિચાર પવિત્રતા ટકાવવા માટે પ્રબળ પ્રેરણાદાયક બને છે.
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૨૩૩