________________
ઉપેક્ષા કરી સ્વાર્થની રખાતી તત્પરતા.
૨.
ઇર્ષ્યા, અસૂયા, અસહિષ્ણુતા, નિંદા, અસરોપ, ચાડી-ચુગલી.
૩. નિર્દયતા, નિષ્ઠુરતા, સ્વાર્થાંધતા, કૃપણતા—
૪. અધમાધમ પરચિંતા, પરદોષદૃષ્ટિ, સ્વોત્કર્ષના ગુણગાન, મદ ઇત્યાદિ—
આ ચાર કચરા દૂર કરી મૈત્રી આદિ ચાર ભાવોને દિલમાં વસાવાય તો એના ઉપર નવકાર અને પંચપરમેષ્ઠિની આરાધના વગેરે ધર્મની ઈમારત પાયાવાળી બને.
બીજી રીતે વિચારીએ તો ધર્મ, દાન-શીલ-તપ-ભાવ એમ ચાર પ્રકારે છે. એમાં પહેલો પાયાનો ધર્મ દાનધર્મ છે. નવકાર અને પંચપરમેષ્ઠિની શ્રદ્ધા તથા ઉપાસના એ શીલ ધર્મમાં આવે તેમ તપ અને ભાવના ધર્મરૂપ પણ હોઈ શકે. પરંતુ એના માટે પાયામાં દાનધર્મ જોઈએ, એ દાનધરમની સાધના માટે અંશે પણ સ્વાર્થનો ત્યાગ કરવો પડે, શક્ય સંપત્તિભોગ આપવો જ પડે. એકલું મારું તે મારું જ કરી બેસવામાં આ પાયો નહિ રચી શકાય.
વળી જુઓ કે—ધર્મસાધના માટે પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ અને વિનિયોગ એ પાંચ આશય જરૂરી કહ્યા છે. ત્યાં પહેલે પગથિયે પ્રણિધાનમાં પણ પરાર્થવૃત્તિ જરૂરી છે, એમ તેનું શાસ્ત્ર બાંધેલું લક્ષણ કહે છે. તો નવકાર સાધનાના મહાન ધર્મ માટે અંશે પણ સ્વાર્થત્યાગ કરી પરહિતને હૈયે ખાસ વસાવવું પડશે. સ્વની સાથે પરનો વિચાર પણ અવશ્ય રાખવો જોઈએ. તો જ બીજાના ધર્મયોગને વ્યાઘાત પહોંચાડવાનું કે બીજાને તુચ્છકારવાનું અને એમ કરીને પાયાના પ્રણિધાનનો ભંગ કરવાનું અટકાવી શકાશે.
બીજી રીતે જોઈએ તો, વિશુદ્ધ હૃદયની નવકાર તથા પંચપરમેષ્ઠિની શ્રદ્ધા એ સમ્યગ્દર્શનનું સ્વરૂપ છે. એ દૃષ્ટિએ વિચારીએ તો એના માટે મોક્ષરુચિ, આસ્તિક્ય અને ઉપશમ જરૂરી છે. પણ એ માટે સમ્યક્ત્વના ઘાતક ભવબહુમાન, તત્ત્વ-અરુચિ, અને અનંતાનુબંધી કષાયોને તિલાંજલિ આપવી જોઈએ. જો આ ત્રણને છોડવા નહિ હોય તો નવકાર અને પંચપરમેષ્ઠિ ભગવાનની સાધના વાસ્તવિકરૂપમાં આકાર નહિ પામી શકે. જો સંસાર ખટકતો નથી, જિનવચન પર એકરાગ નથી, ક્રોધ લોભ મદ માયા-મત્સર વગેરે કષાયો ઉગ્ર કોટિના વર્તે છે એટલે કે એમાં અકર્તવ્યના ખ્યાલ જેટલોય ઉપશમ નથી કરવો, કષાય કર્યા એટલે ગુનો કર્યો એવું માનવું નથી, તો એનો અર્થ એ છે કે ભવરાગ, તત્ત્વ-અરુચિ, અને અપ્રશમભાવ જીવતા જાગતા છે. ત્યાં સુધી શ્રદ્ધાયુક્ત ધર્મ અનુપ્રેક્ષા ૦ ૨૧૧