________________
જીવનમાં શ્રીનવકારને પ્રધાન સ્થાન કેવું આપીએ છીએ એ ગંભી૨૫ણે વિચારવાની જરૂર છે. અહીં, પ્રધાનનો એ અર્થ નથી કે એની એકને બદલે પાંચ દશ માલા ગણતા હોઈએ, અથવા માત્ર સુતાં જાગતાં શ્રીનવકાર પાંચ-સાત ગણતા હોઈએ તો એને પ્રધાન કર્યો ગણાય. પ્રધાનનો અર્થ છે કે વિવિધ દુઃખ નિવા૨વામાં અને વિવિધ સુખ મેળવવામાં જેમ ભિન્ન ભિન્ન સાધનો મગજમાં ઝટ ઉપસ્થિત થાય છે. એના બદલે પહેલો ઝટ શ્રીનવકાર ઉપસ્થિત થઈ જાય.
દા. ત.તાવ આવ્યો કે ઝટ સુદર્શન, કવીનાઈન કે વૈદ ડાક્ટર તરફ નજર જાય છે. માથું દુખ્યું ઝટ બામ કે એવા સાધન તરફ દૃષ્ટિ જાય છે, જાય પણ એ પછી, પહેલાં તો શ્રીનવકાર તરફ જ દૃષ્ટિ જાય. જો શ્રીનવકાર પર એવી અટલ શ્રદ્ધા હોય કે—‘સમસ્ત દુઃખોનો નાશ કરવાની શ્રીનવકારમાં તાકાત છે, તો તાવ, શિરદર્દ વગેરે દુઃખ કેમ નહિ ટાળે ? જરૂર ટાળશે,'—આવી જો શ્રદ્ધા છે, તો સહેજે દુઃખ આવતાં ઝટ પહેલાં શ્રીનવકા૨ યાદ આવવો જ જોઈએ.
પ્રશ્ન થશે કે તો શું શ્રીનવકાર રટતા બેસી રહેવું ને દવા ન લેવી ?
ઉત્તર એ છે કે હા, જો ધૈર્ય હોય સમાધિ રહેતી હોય તો એમ કરવું. પરંતુ ચિત્તની સ્થિરતા ન રહેતી હોય દવા લેવા–વાપરવા જતા હોઈએ, તો પણ પહેલાં નવકાર યાદ કરીને. તેય બે પાંચ નહિ, ૫૦-૧૦૦-૨૦૦. ભડકશો નહિ, ડાક્ટરના દવાખાને આજની ભીડમાં કેટલો સમય જાય છે ? દવા ખાવા છતાંય પથારીમા `કલાકો કે દિવસો પડી રહેવું પડે છે ને ? તો આ શું ખોટું છે ? પણ આ શ્રદ્ધા જોઈએ કે મારા સર્વ દુ:ખ જશે તો તે નવકારના પ્રભાવે જ. સર્વ દુઃખોનો નિવારક અને સર્વ સુખોનું કારણ એક માત્ર નમસ્કારાદિ ધર્મ જ છે. માટે તે સર્વપ્રધાન પુરુષાર્થ છે. એટલે બીજા કોઈપણ પુરુષાર્થ કરતાં આને પહેલું સ્થાન આપું, પ્રધાન, મુખ્ય સમજીને આદ.—આવી દૃઢ શ્રદ્ધા હોય તો ઉચિત પ્રવૃત્તિ માત્રમાં પહેલો શ્રીનવકાર યાદ આવે. ત્યારે શ્રીનવકા૨નો ગણનારો અનુચિત તો કશું આદરે નહિ, એટલે કહો કે એની પ્રવૃત્તિમાત્રમાં પહેલું શ્રીનવકારસ્મરણ હોય પંચપરમેષ્ઠિને નમસ્કાર હોય.
એટલું સમજવાનું છે કે શ્રીનવકા૨ ગણીને એ શું ઇચ્છે છે ? શું માત્ર લૌકિક લાભ ? ના, પર્યન્તવર્તી મોક્ષના લાભ, ને એનાં સાધનભૂત ઉચ્ચ દર્શન-જ્ઞાનચારિત્રના લાભ. એટલે એને વિષક્રિયાનો દોષ નથી લાગતો. શું જગતમાં કે શું મોક્ષમાં, સર્વત્ર સુખ નમસ્કારાદિ ધર્મમંગળથી મળે છે,—એવી એની સચોટ પ્રતીતિ અને માટે જ ખરો પુરુષાર્થ ધર્મનો જ છે—એવું એનું દૃઢ માનસિક ધોરણ, એને વાતભેગો શ્રીનવકા૨ ભજવા પ્રેરે છે. પછી બીજા લૌકિક સાધનને આદરતાં પણ આ વિશ્વાસ છે કે
૨૧૪ ૦ ધર્મ અનુપ્રેક્ષા