________________
પરોપકારનાં શાસ્ત્રીય પ્રમાણો
પરોપકાર-પરમાર્થવૃત્તિ એ ધર્મના પાયામાં જરૂરી એટલા માટે કે (૧) દાનાદિ ધર્મમાં પહેલું દાન કહ્યું છે,
(૨) પ્રણિધાનાદિ પાંચ ધર્મ-આશય (ધર્મવૃત્તિ)માં પ્રણિધાન પહેલું છે. તેનું સ્વરૂપ કથતાં એમાં પરોપકાર મૂક્યો છે.
(૩) વિનય-ભક્તિ ધર્મનું મૂળ છે, તે પરાર્થવૃત્તિ બનવાથી—પર—જે—ગુણી પુરુષો, તેમનાં માન-સન્માન-સગવડ-અર્થે ખડા રહેવાથી સિદ્ધ થાય છે.
(૪) ધર્મ ઉપશમમાંથી જન્મે છે, એ ઉપશમ એટલે ઉગ્નકોટીના ક્રોધ-માન-માયાલોભનાં શમન. આમાં ક્રોધના શમન માટે પરના ભલાનું હૃદય, ભલાનો વિચાર જોઈએ, સામાનો વાંક નથી, વાંક દેખાતો હોય તોય—તે એના કર્મનો છે, એને સબુદ્ધિ મળો. મારા ક્રોધ કરવાથી એને વધુ ક્રોધ ચઢે. એનું બગડે માટે પણ હું ક્રોધ ન કરું, એમ પરાર્થવૃત્તિ જરૂરી છે. એવું માન-માયા દુભાવવામાં પણ પરાર્થવૃત્તિ. લોભ દુભાવવામાં પણ એ દિલ રહેવું જોઈએ કે વિશ્વ મારો મિત્ર છે, એનું પડાવી મારે ‘તર’ કેમ થવાય ? મારા લોભથી બીજાને ખોટો દાખલો મળશે, તો એનું બગડશે વગેરે.
(૫) અહિંસા પરમો ધર્મ :' જીવનમાં સિદ્ધ કરવા માટે “શ્રીદશવૈકાલિક સૂત્ર”માં કહ્યું છે કે, “સ∞ પાળા પરમાદમ્નિયા' સર્વ જીવો ‘૫૨મધર્મ'વાળા છે. આત્માનો ‘પરમધર્મ’ સુખકામના છે. તો એનો વિચાર રાખી ‘કોઈનાય સુખને હું ન લુંટું', કોઈનેય ‘હું દુઃખ ન આપું,' આ વિચાર જોઈએ. આમાં પણ પરાર્થવૃત્તિ જ જરૂરી છે.
(૬) “સમ્યક્ત્વ”ના પાંચ લક્ષણમાં ઉત્પત્તિક્રમ શાસ્ત્ર ‘આસ્તિક્ય, અનુકંપા, નિર્વેદ, સંવેગ, શમ એમ કહ્યાં છે. ત્યાં આસ્તિકય એટલે ‘નં નિળેર્દિ વેડ્યું તમેવ સત્ત્વ નિÉ' એટલે કે શ્રીજિનવચન ઉપર સચોટ શ્રદ્ધા જન્મ્યાનું પ્રતીક એ છે કે એમાંથી અનુકંપા—‘દુ:ખીની દ્રવ્યદયા અને પાપીની ભાવદયા’–જન્મે. આ પરાર્થવૃત્તિ જ છે કે દુ:ખીના દુઃખ હું કેમ ફેડું ?
(૭) શ્રીઉપદેશપદ, શ્રીયોગબિંદુ વગેરેમાં ઔચિત્યને બહુ પ્રાધાન્ય આપ્યું છે. દા.ત.—અપુનર્બન્ધકના ત્રણ લક્ષણમાં તીવ્રભાવે પાપ ન કરવું, ભવાબહુમાન અને સર્વત્ર ઔચિત્યપાલન. એ રીતે સહજમળના ક્ષયના પણ સર્વઉપાયોમાં ઔચિત્ય મૂક્યું છે. વળી તે તે ધર્મના અધિકારી બનવા તદ્બહુમાન, તદ્ધિધિપર વગેરે લક્ષણ કહ્યાં, તેમાં
૨૨૦ ૦ ધર્મ અનુપ્રેક્ષા