________________
ક્રમસર જાણે લખેલી નજર સામે આવતી જાય.
- ઉપરોક્ત બધું બનાવવા માટે ક્રિયા સિવાયના કાળમાં દરેક સૂત્ર, પદ અથવા તે સૂત્રની ગાથાનું કલ્પના ચિત્ર તૈયાર કરવું જોઈએ અને તેને રટવું જોઈએ. જેથી ક્રિયા વખતે તે જલ્દી ઉપસ્થિત થાય. જુદી જુદી જાતના કલ્પના ચિત્રો કેવા કેવા હોય છે તે ઘણો મોટો વિષય છે તેથી અહીં નાના લેખમાં એનો ઉલ્લેખ કરી શકાતો નથી.
વાત એટલી છે કે સંપૂર્ણ ક્રિયા વખતે ચિત્તને બીજે નહિ લઈ જતાં માત્ર તે ક્રિયામાં, તેના અર્થ જાણતા ન હોય ત્યાં સુધી તેના અક્ષરોમાં ક્રમસર લગાડવું જોઈએ. અહીં ધ્યાનયોગનો સારો અભ્યાસ થાય છે.
સ્તવન બોલતા હોઈએ, સ્વાધ્યાય કરતા હોઈએ યા વ્યાખ્યાનવાણી સાંભળતા હોઈએ ત્યાં પણ કલ્પના ચિત્ર દશ્યમાન થવાં જોઈએ અને બીજું ખાસ એક ઉત્તરોત્તર પદાર્થોનું અનુસંધાન અને સંકલન કરવું એ ધ્યાનશક્તિને ખૂબ ખીલવનાર છે. ત્યારે આ રીતે ધ્યાનયોગના સારાં અભ્યાસ અને ચિત્તની એકાગ્રતાથી ચિત્તસ્વસ્થતા-શાંતિ પ્રાપ્ત થતી જાય છે.'
અહીં એક વિશેષતા છે કે વિવિધભાવોનું માનસ દર્શન કરતા કરતા સાથે સાથે ચિત્તની તેવા તેવા પ્રકારની લેંગ્યા ઊભી કરવી પડે છે. દાખલા તરીકે ઇરિયાવહિય, દેવસિય આલોઉં, વંદિત્ત. ઈત્યાદિ સૂત્રોમાં પાપની તીવ્ર પશ્ચાત્તાપની વેશ્યા, નમુત્થણે.' વગેરે સૂત્રોમાં ઉત્કટ ભક્તિ-બહુમાનની વેશ્યા, “વાંદણામાં અત્યંત નમ્રતાદિની લેશ્યા...વગેરે. ઉચિતક્રિયાઓ છોડીને માત્ર ધ્યાન લગાવવાથી આ જાતનો લાભ પ્રાપ્ત થતો નથી. . . ઉચિતક્રિયાઓમાં સુપાત્રદાન, અભયદાન, દેવદર્શન-પૂજન, સત્સમાગમ, વ્રત નિયમ, તપસ્યા વગેરે અનેક પવિત્ર આચારો આવે. એમાં શુભભાવોનો ધ્યાનાભ્યાસ સારી રીતે કરવો જરૂરી છે. ધ્યાનનો અભ્યાસ ત્યાં સુધી વધારવો જોઈએ કે બીજી બાહ્ય દુનિયાની પ્રવૃત્તિમાં પણ ચિત્ત ગમે તેમ રખડે નહિ, ફોગટના ઉધરતીધરના વિકલ્પોથી પીડિત ન થાય અને અશુભભાવને પરવશ ન થાય બલ્ક વૈરાગ્યાદિ શુભભાવથી પરિપૂર્ણ (ભરચક) રહે.
અહીં માત્ર ધ્યાનયોગના અભ્યાસનું સંક્ષિપ્ત દિગ્દર્શન છે, પરંતુ ગુરુગમથી આનો વિસ્તાર સમજવા અને સાધવાની જરૂર છે.
ધર્મ અનુપ્રેક્ષા - ૨૧૯