________________
ધ્યાનયોગ
(ચિત્તની શાંતિ અને એકાગ્રતાની સાથે શ્રીજિનેશ્વરદેવકથિત ક્રિયાને પ્રાણવંતી બનાવવાનો સચોટ માર્ગ ચિંતનાત્મક આ લેખમાં દર્શાવવામાં આવ્યો છે. ધ્યાનયોગને લગતી પાયાની હકીકત આ લેખમાં સુંદર રીતે વ્યક્ત થઈ છે. સં.)
આજે ચોમેર શું પ્રસરી રહ્યું છે ? એવાં કેઈ કારણો ઉપસ્થિત થાય છે કે જે તમારા કોમળ દિલને કેટલુંય વિહ્નલ, અસ્વસ્થ, અશાંતિવાળું બનાવવામાં સહાયભૂત થાય છે. વિવેકી માણસ હૈયે શાંતિ અને ચિત્તમાં સ્વસ્થતા ગમે તેટલી ઇચ્છતો હોવા છતાં એ કારણોએ તે પ્રાપ્ત કરવા માટે અસમર્થ બને છે. આજનો જડવાદ, જકડાઈ ગયેલા વેપા૨, સ્નેહીકુટુંબીની ચિંતાઓ, આંતરરાષ્ટ્રીય વિખવાદ, આર્થિક મુંઝવણો, કાયદાના નિયંત્રણો વગેરેમાં શાંતિસ્વસ્થતા ચાંથી અનુભવે ?
તો પ્રશ્ન થાય કે સુખશાંતિ કેવી રીતે સુલભ બને ? આવા મામૂલી પ્રશ્નનો ઉત્તર ઘણો મોટો છે, કેમ કે એના માટે તત્ત્વદૃષ્ટિ, ઇન્દ્રિયદમન, કષાયનિગ્રહ, મૈત્રી આદિ ભાવનાઓ વગેરેની ઘણી પ્રક્રિયા પ્રયોગમાં લાવવાનું આવશ્યક હોય છે. પરંતુ અત્રે એનો એક ઉપાય—ધ્યાનનો વિચા૨ પ્રસ્તુત કરવામાં આવે છે.
ધ્યાનયોગથી હૃદયને ઘણી શાંતિ અને ચિત્તને સારી સ્ફુર્તિ મળે છે. આ લગભગ બધા આસ્તિક દર્શનોવાળા માને છે. કેમ કે અનેક અશુભ આલંબનોનો સહારો લેવાથી ચિત્ત અસ્વસ્થતા અશાંતિનો ભોગ બનેલું હોવાથી, હવે કેટલાંય શુભ આલંબનનો સહારો આપ્યા સિવાય શાંત-સ્વસ્થ થવું અશક્ય છે. એમ કહેવાય કે ચિત્તસ્વસ્થતા એ જ ધ્યાન છે.
ધ્યાનની સાધના કરવા માટે ઇષ્ટદેવ અથવા મંત્રનો જાપ અને એકાગ્રચિંતન એ ઉપાય છે અને એ રીતે ધ્યાન કરનારા આજે દેખાઈ આવે છે. પરંતુ બીજી બાજુ દિવસભરમાં કેટલાંય ચિત્તવિક્ષેપ, ધનમૂર્છા, અહંત્વ, રોષ, ઇર્ષ્યા, અસહિષ્ણુતા વગેરેને આધીન થઈ ચિત્ત ભારે અસ્વસ્થતાનું પરાધીન બન્યું રહે છે, તો વિચારણીય છે કે ધ્યાનનો પ્રયત્ન ક્યાં સફળ થયો ? તેથી એવો કોઈ ઉપાય હાથ ધરવો જોઈએ કે જેથી ચિત્તને સ્વસ્થ અને શાંત કરનાર ધ્યાનયોગની સાધના થતી રહે.
એવો અદ્ભુત ઉપાય જિનેન્દ્રકથિત ગૃહસ્થ અને સાધુના આચાર અને અનુષ્ઠાન છે અને એ અનુષ્ઠાનો આચારોમાં ધ્યાન ભેળવવું જરૂરી છે. ધ્યાનનું મહત્વ એ જ છે કે મનનું અસ્ખલિત રીતે ચાલવું. દાખલા તરીકે—
સવારે ઉઠતાંની સાથે નમસ્કારમંત્રનું સ્મરણ કરીએ છીએ તેમાં અખંડ-ધારાએ ધર્મ અનુપ્રેક્ષા ૦ ૨૧૭