________________
(૫) મલિન વિચારો કે ફજુલ વિચારો મનમાં આવ્યા જ કરે છે, આમ રોક્યા રોકતા નથી, તો લાવ જયારે જયારે એવા વિચાર ચાલુ થવાનું દેખાય કે તરત શ્રીનવકાર રટવા માંડે. આવું કંઈક ખરું?
(૬) કોઈપણ ધાર્મિક પણ પ્રવૃત્તિ શરૂ કરતાં પહેલાં શ્રીનવકાર ચિંતન થાય છે ને?
આ પ્રશ્નો એ તપાસવા માટે છે કે જીવનમાં શ્રીનવકારને કેવુંક પ્રધાન સ્થાન આપીએ છીએ, તેમ એ સમજવા માટે છે કે પ્રધાન સ્થાન આપવા શું શું કરવું જોઈએ.
આપણી શ્રદ્ધાની, આપણી ભક્તિની, આપણી પરલોકદષ્ટિની અને આપણા માનવભવનાં મૂલ્યાંકનની કસોટી અહીં થાય છે. શ્રીનવકાર મહામંત્રને જીવનમાં પ્રધાન સ્થાન આપવાથી કોઈ નવું જોમ, નવી સ્કૂર્તિ અને નવીન જ જિનશાસન-સ્પર્શનાનો અનુભવ થાય છે.
આ મહાન શ્રીનવકારમંત્રની આરાધનામાં અનુમોદના અને પ્રાર્થનાના બે મહાન તત્ત્વ સામેલ કરાય એ કેટલું જરૂરી અને કેવું લાભદાયી છે એની વિચારણા વળી કોઈ અવસરે જોઈશું.
આયનામાં જોવા માટે મોં બરાબર તેના સરસું લઈ જવું પડે છે તે પ્રમાણે “નમો’ શબ્દ મનના મોંને શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતો પ્રતિ લઈ જવામાં અચિંત્ય સહાય કરે છે. નમસ્કારભાવ સિવાય જીવનના સમગ્ર પ્રવાહનું વહેણ પોતાની દિશા બદલી શકતું નથી. વ્યવહારથી એમ પણ કહી શકાય કે, નમો એ શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતો સાથે ભાવ-સંબંધ બાંધવા માટેની ટિકિટ છે.
એ ટિકિટ મેળવવાને પાત્ર બનવું એ વિશ્વ-માનવની કક્ષામાં (Class) પ્રવેશવા બરાબર છે. એ કક્ષામાં આવ્યા પછી દેવાધિદેવની પરમમંગલમય ભાવના અને આજ્ઞા એ જ જીવનના અંગભૂત બની જતી વર્તાય છે અને મન નમોમયતા ધારણ કરે છે.
૨૧૬ • ધર્મ અનુપ્રેક્ષા