________________
ની
,,,
તે
મહામંત્ર શ્રીનવકારની સાધના શ્રીનવકાર એ સર્વ મંત્રોમાં શિરોમણિભૂત મહામંત્ર છે અને ઉત્તમ સામગ્રી સહિતનો માનવજન્મ એ સર્વ જન્મોમાં શ્રેષ્ઠતમ જન્મ છે. શ્રેષ્ઠની સાથે જયારે શ્રેષ્ઠનો સુયોગ થાય છે, ત્યારે એમાંથી મહાન ફળ નીપજે છે, એ નિર્વિવાદ છે.
શ્રીનમસ્કાર મહામંત્રમાં બિરાજમાન પાંચ પરમેષ્ઠિઓ પરમપદે પહોંચી ચૂકેલી જગતની પાંચ મહાવિભૂતિઓ છે અને આપણો આત્મા તો અત્યારે ઘણી જ નીચી ભૂમિકામાં રહેલો, અનેક અશુદ્ધિઓથી ભરેલો, અતિ પામર દશા અનુભવી રહેલો છે, એ પણ એક અનુભવસિદ્ધ હકીકત છે. છતાં પણ યોગ્ય આલંબનના બળથી નીચે રહેલો મનુષ્ય પણ ઊંચે ચડી શકે છે.
જીવનો આજ સુધી મોક્ષ થયો નથી, તેનું મુખ્ય કારણ બીજું કોઈ નથી, પણ જીવે પૂર્વે કદી પણ પોતાની અશુદ્ધિઓ દૂર કરી નથી. બીજી રીતે કહેવું હોય તો અશુદ્ધિઓ જેનાથી દૂર થાય, તે ઉપાયોનું સાચું આલંબન તેણે કદી લીધું નથી.
નવકાર એટલા માટે મહામંત્રની ઉપમાને લાયક ઠરે છે કે જીવવિશુદ્ધિ માટે તે એક મુખ્ય અને અજોડ સાધન છે. બીજા બધાં સાધનો પણ આ નવકાર મૂળમાં હોય તો જ સફળ બને છે. અન્યથા નહિ. પરંતુ આ નવકાર જીવની અશુદ્ધિઓ કેવી રીતે ટાળે છે? જીવની મૂળભૂત અશુદ્ધિઓ કઈ કઈ છે? અને વિશુદ્ધિ કેવી રીતે પ્રગટે છે? તેનું સ્પષ્ટ જ્ઞાન કરી લેવું એ મહામંત્રના સાધકને માટે અતિ જરૂરી છે.
મહામંત્રની મહામંત્રતા સમજવા માટે નવકારના અંદરના ભાગમાં પ્રવેશ કરવો પડશે. જો કે આ મહામંત્ર અનંત ગમ-પર્યાય અને અર્થનો પ્રસાધક, તથા સર્વ મહામંત્ર અને પ્રવર વિદ્યાઓના ઉત્કૃષ્ટ બીજ સ્વરૂપ છે, તેથી તેનો તાગ પામવો દુષ્કર છે, તો પણ તેની ચાર બાબતો મહામંત્રની સાધનામાં વેગ લાવવા માટે અત્યંત પ્રેરણાદાયક હોવાથી તેને સમજી લેવી જરૂરી છે. તે ચાર વસ્તુઓ નીચે મુજબ છે :
શ્રીમહાનિશીથ સૂત્ર (૧) શ્રીનવકાર એ કૃતજ્ઞતા ગુણનું પ્રતીક છે. (૨) શ્રીનવકાર એ પરોપકાર ગુણનો આદર્શ છે. (૩) શ્રીનવકાર એ સર્વજીવો પ્રત્યે આત્મસમદર્શિત્વ ભાવને લાવનાર છે. (૪) શ્રીનવકાર એ પરમાત્મસમદર્શિત્વભાવનો ઉદ્ઘોધક છે.
१. अणतगमपज्जवत्थपसाहग, सव्वमहामंतपवरविज्जाणं परमवीयभूयम् ॥
ધર્મ અનપેક્ષા • ૨૨૩