________________
નવકારની પૂર્વ ભૂમિકા
(મહામંત્ર શ્રીનવકાર આરાધકને શેની ભૂખ હોય, તે ભૂખ કઈ રીતે જાગે, તે ભૂખ જેના જીવનમાં જાગી હોય તે ભવ્યાત્માના વિચાર, વાણી ને વર્તન કેવા હોય, તેના જીવનનો સ્વાભાવિક ઝોક કઈ દિશામાં હોય, એવી એવી સુકોમળ, સુરુચિકર, સત્ત્વ-પરાગપૂર્ણ પાંખડીઓના બનેલા પદ્મ સરખો આ લેખ શ્રીજિનપ્રવચન, શ્રીનવકાર અને શ્રીપંચપરમેષ્ટિ ભગવંતો પ્રત્યેના પરમપૂજ્યભાવને વધુ નિર્મળ, વ્યાપક અને અચળ બનાવવામાં અણમોલ બક્ષીસ સમાન છે શ્રીનવકાર અને શ્રીપંચપરમેષ્ટિ ભગવંતો પ્રત્યેના મઘમઘતા ભાવ પ્રત્યેનો સાચો આદર, લાવનાર છે. સં.)
શ્રીનમસ્કાર મહામંત્ર અને પંચપરમેષ્ઠિભગવંતોની ભક્તિ ઉપાસના કરવાનું પ્રાપ્ત થાય એ કોઈ અનેરો ભાગ્યોદય છે. એની ભક્તિઉપાસના વિકસાવવાના ઉદ્દેશથી ‘ધર્મચક્ર' માસિક પત્ર ગતિમાન થાય એ પણ એ ભાગ્યોદયમાં પૂરક બનશે. તેથી પ્રારંભે ‘ધર્મચક્ર'એ ઉદ્દેશ બર લાવવામાં સારી સફળતા મેળવે એવી શુભેચ્છા પ્રગટ કરી એમ ઇચ્છીએ કે પત્રના સંચાલકો એ પણ ધ્યાન રાખે કે,–
(૧) શ્રીનવકાર અને પંચપરમેષ્ઠિના ભક્તને આજુબાજુની ભૂમિકારૂપે કયા ગુણોની જરૂર છે ?
(૨) જીવનના પ્રસંગે પ્રસંગે શ્રીનવકાર અને પંચપરમેષ્ઠિ પ્રધાન સ્થાન કેમ
પામે.
અહીં આપણે પહેલી વાત વિચારીએ. નવકાર અને પંચપરમેષ્ઠિ ભિન્ન ભિન્ન દૃષ્ટિએ એટલી ઊંચી વસ્તુ છે કે એને હૃદયમાં વસાવીએ ત્યારે સાથે ભૂમિકારૂપે અમુક અમુક ગુણ તો હોવા જ જોઈએ.
કોઈ સારા માણસને ઘરે નોંતર્યા હોય તો એના આવતાં પહેલાં ઘરને સાફસૂફ અને ઠીકઠાક કરવું પડે છે, તો પછી શ્રીનવકાર મહામંત્ર અને પંચપરમેષ્ટિ ભગવંતને હૃદયઘરમાં વસાવવા પહેલાં આ ઘરને સાફસૂફ અને ઠીકઠાક કરવું પડે કે નહિ ? બાહ્યમાં એ વિધિ સાચવવાની ખબર પડે છે અને અભ્યન્તરમાં એવું કાંઈ જો જરૂરી નથી લાગતું, એ તરફ કોઈ જો દૃષ્ટિ જ નથી જતી, તો એ હજી જુગજુની ચાલી આવતી અજ્ઞાન દશા ઊભી જ છે.
ઉચ્ચ માનવ અવતારમાં જે બુદ્ધિની વિશિષ્ટ સંપત્તિ, અલૌકિક સંપત્તિ મળી છે,
ધર્મ અનુપ્રેક્ષા • ૨૦૯