________________
એની તો ઊંચી કદર કરવી ઘટે છે અને શક્ય સારામાંસારો ઉપયોગ કરી લેવો ઘટે છે. નહિતર છતી સંપત્તિએ દારૂડિયા કે વેશ્યાલંપટ પુરુષની જેમ મહાસંપત્તિને વેડફી નાખવાનું થશે. બુદ્ધિની મહાસંપત્તિનો ઉપયોગ આપણને આ ખ્યાલ કરાવી શકે કે નવકાર અને પંચપરમેષ્ઠિ જેવા મોંઘેરા મેમાનને હૃદયઘરમાં વસાવતાં, ઘરમાં સારી સાફસૂફી અને ઠીકઠાક શોભા કરવી જ જોઈએ. આ લક્ષ જાગ્યા પછી બુદ્ધિ સંપત્તિનો ઉપયોગ કરીને શોધી કાઢવું જોઈએ કે હૃદયઘરમાં કઈ કઈ મૌલિક ખરાબીઓ વર્તી રહી છે અને એને હટાવવા માટે કેવી કેવી સાવધાની સાવચેતીઓ આદરવી.
જગતના મોટામોટા તાપસ, જોગી, સંન્યાસી કરતાં પણ શ્રાવકને ઊંચું પાત્ર ગણવામાં આવ્યું છે, એનું કારણ આ છે, કે પેલા તાપસ વગેરે કરતાં શ્રાવકની આંતરિક શુદ્ધિ અને વિકાસ ઊંચા છે. આ ઊંચાપણું એ મોક્ષરુચિ બનીને તત્ત્વ શ્રદ્ધાના પગથિયા પર આવી પહોંચવાના લીધે છે. નવકારમંત્ર અને પંચપરમેષ્ઠિ ઉપર શ્રદ્ધા ધરી, એને સર્વશ્રેષ્ઠ માન્યા ‘મારે તો સાચો આધાર એ,’- એવી માન્યતા ધરી, તો આ પગથિયું ચડવાનું લીધેલ છે. માટે જ વિચારવા જેવું છે કે તો પછી એ શ્રદ્ધા કોઈ પાયાની સાફસૂફી અને ઠીકઠાક સ્થિતિ માગે કે નહિ ?
સાફસૂફી અને ઠીકઠાક સ્થિતિ કરવામાં શું આવશે ? શું કરવું જરૂરી છે ? આનો વિચાર શાસ્ત્રીય રીતે જુઓ.
નવકાર અને પંચપરમેષ્ઠિની શ્રદ્ધા તથા સ્મરણ એ એક મહાન ધર્મ છે. ધર્મના પાયામાં મૈત્રી આદિ ચાર ભાવો જરૂરી છે એમ આચાર્ય ભગવાન શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ ધર્મબિંદુ નામના મહાશાસ્ત્રમાં ધર્મની વ્યાખ્યા કરતાં, ધર્મનું સ્વરૂપ બતાવતાં કહે છે. આત્મામાં ધર્મનું ચણતર કરવું હોય તો પાયામાં મૈત્રી, પ્રમોદ, કરુણા, અને મધ્યસ્થભાવ વસાવો એ એમનો ઉપદેશ છે. એ ચાર ભાવના કોની પ્રત્યે કરવાની ?
તત્ત્વાર્થસૂત્રકાર કહે છે ‘સત્ત્વશુળાધિક્તિશ્યમાના-વિનયેષુ' અર્થાત્ જીવ (સત્ત્વ) માત્ર પ્રત્યે મૈત્રીભાવ, અધિક ગુણી પ્રત્યે પ્રમોદ ભાવ, દુ:ખિત પ્રત્યે કરુણાભાવ અને અવિનીત યાને અસાધ્ય પાપરોગી પ્રત્યે ઉપેક્ષાભાવ નવકારમંત્ર અને પંચપરમેષ્ઠિની આરાધના શું ? કિંતુ કોઈ પણ ધર્મ માટે પાયામાં આ ચાર ભાવ વસાવવા જ જોઈએ. એ કરવું હોય તો એના ચાર વિરોધી ભાવના કચરાને હૃદયમંદિરમાંથી દૂર હટાવવા જ જોઈએ. એ વિરોધી ભાવ ક્રમશઃ આ છે.
૧. જ્યાં ને ત્યાં વૈર વિરોધ પરની અકલ્યાણ-ભાવના, અથવા બીજા પ્રત્યે
૨૧૦ ૦ ધર્મ અનુપ્રેક્ષા