________________
થવાથી ચરમાવર્તપણું ફલિત થાય છે.
તથાભવ્યત્વરૂપ સ્વભાવ તો આત્મા સાથે છે જ તેમાં કંઈ થવાપણું છે નહિ. * આ રીતે આત્મકલ્યાણસિદ્ધિરૂપ કાર્ય માટે જરૂરી પાંચે સમવાયમાંના ચાર કારણો પોતપોતાની હદપૂરતું કામ કરી, લગભગ કૃતાર્થ બની ગયેલ છે.
હવે તો બધા હથિયારોનો ઉપયોગ કરવા છતાં કાબૂમાં ન આવતા પ્રતિવાસુદેવ કે હરીફને કબજે લેવા જેમ વાસુદેવ કે ચક્રવર્તી છેલ્લામાં છેલ્લા અસ્ત્ર તરીકે ચક્રરત્નનો ઉપયોગ કરે છે તેમ કર્મરાજાના સકંજામાંથી છૂટવા ભવ્યાત્મા અવ્યવહારરાશિમાંથી નીકળ્યા પછી જ્ઞાનીની દષ્ટિએ સમયે સમયે મુક્તિ તરફ આગળ વધવા માટે ગડમથલ કરતો હોય છે, છતાં જયાં સુધી પુરુષાર્થરૂપ ચક્રરત્નનો આશ્રય ન લેવાય ત્યાં સુધી કર્મના બંધનોમાંથી ક્રમશઃ છુટકારો થઈ સાચી રીતે ભવ્યાત્માઓ કેવી રીતે આગળ વધી શકે ?
એટલે આજે અંતિમ હથિયાર ઉગામવાની જરૂરિયાત ન સમજનારા આપણે કાલની વિષમતા આદિ ભળતા હેતુઓની કલ્પના કરી કેટલીકવાર મન મનાવતા હોઈએ છીએ ! પણ ખરી રીતે ઉંડું આત્મનિરીક્ષણ કરી આરાધનામાં ખૂટતા તત્ત્વને ઉમેરવાનો સત્ક્રયત્ન કરવો જરૂરી છે. - તે ખૂટતું તત્ત્વ છે પુરુષાર્થની ખામી ?
પણ પુરુષાર્થ કયો ? કાયાથી વચનથી તો આપણે પુરુષાર્થ કરીએ છીએ અને કરતા આવ્યા છીએ ! પણ તેના મૂળમાં “હું અને મહારું”ની ભાવનાબીજને કાયમ રાખવાના પરિણામે આપણો સઘળો પુરુષાર્થ ઉંધી દિશામાં વળી ધર્માનુકૂલ વાચિકકાયિક બહોળી સારી પણ પ્રવૃત્તિઓનું સરવૈયું કાઢતાં એક ઠેકાણે કરેલ નાની ભૂલ જેમ આગળ ઉપર જઈ હજારોનો ફરક ઊભો કરે તેમ અશુભ અને ભવભ્રમણ વધારનારો થઈ રહે છે.
માટે આપણા સપુરુષાર્થની ખામીને દૂર કરવા અમોઘ ઉપાયરૂપ ધર્મ રસાયણ તરીકે શાસ્ત્રોમાં વર્ણવાયેલ મૈત્રી આદિ ચર ભાવનાઓને ઉત્પન્ન કરનાર “શિવBg સર્વગતિઃ'ની ભાવના હૃદયંગમ કરી “હું અને મારું”ની ભાવનાને વિદાય આપીએ તો આપણી બધી ધર્મપ્રવૃત્તિઓ આરાધકભાવને વિકસિત કરી આત્મકલ્યાણના મુખ્ય ફળને જન્માવનારી નીવડી શકે.
તેથી વિવેકબુદ્ધિનો સદુપયોગ કરી “શિવમસ્તુ સર્વનાતઃ”ની ભાવના સાથે ધર્મક્રિયાઓનો સપુરુષાર્થ કરવો જોઈએ.
ધર્મ અનુપ્રેક્ષા • ૨૦૭