________________
તો આપણો બધો જ પુરુષાર્થ તે બીજના વિકાસમાં સહયોગી નીવડે, અને પરિણામે તેમાંથી દરેક ધર્મક્રિયાના પાયારૂપ અને સમ્યકત્વના પ્રધાન કારણરૂપ મોહના ક્ષયોપશમની માતા સમાન મૈત્રી આદિ ચાર ભાવનાઓરૂપ સુગંધી ફૂલો વિકસ્વર થાય અને તેમાંથી નિર્જરા અને આત્મસ્વરૂપની સંપૂર્ણ નિર્મળતા અને તેમાં સ્થિરતારૂપ મોક્ષરૂપી ફલ પણ સહજભાવે સિદ્ધ થાય.
બીજને વાવવામાં જ પૂર્ણ વિવેક જોઈએ ! “બીજ સડેલું તો નથી ને ? મારે જે ફળ મેળવવું છે તેનું જ આ બીજ છે ને ? આ જાતનો વિવેક બીજ વાવતી વખતે ન રાખ્યો હોય તો આંબો કે ઘઉં મેળવવાની ગમે તેટલી તીવ્ર ઉત્કંઠા હોય, પણ બાવળનું બીજ કે સેકેલું–સડેલું (ઘઉંનું) બીજ વાવો તો પરિણામ વિપરીત જ આવે તેમાં કંઈ આશ્ચર્ય જેવું નથી !
આજે આપણી સ્થિતિ પણ લગભગ આવી જ છે. ''
વિપુલ ધર્મક્રિયાઓ અને આરાધનાઓમાંથી જરા પણ નિવૃત્તિ નહિ થનારા કેટલાક પુણ્યાત્માઓને કયારેક ઊંડે ઊંડે હાર્દિક અનુતાપ ઉપજે છે
“ધર્મક્રિયા માટે જોડાયા હતા ત્યારે–સંસારનો સર્વથા ત્યાગ કરી સર્વવિરતિ કે દેશવિરતિના પંથે વળતી વખતે કેવો ? ને કેટલો થનગનાટ હતો ? કે જેને શાસ્ત્રકારોએ પણ આખા જીવનમાં સોનેરી તકની જેમ અત્યંત દુર્લભ બતાવી કાળજાની કોરની માફક કે મહામૂલ્યવાનું ઝવેરાતની માફક જતન કરી રાખવા જેવો જણાવેલ, તે અવસર્પિણી કાલરૂપે આજે કેમ પરિણમ્યો ? આટલા લાંબા પ્રયત્ન પણ જે મેળવવું હતું, કે જે તેના આછા-અસ્પષ્ટ પણ દર્શન કે નહિ ?” વગેરે વગેરે. "
છેવટે આવા પુણ્યાત્માઓ કાલની વિષમતા, આરાધકભાવની તરતમતા, ભવસ્થિતિની અપરિપકવતા કે કર્મશક્તિની પ્રબળતા આદિ ગમે તે કારણની કલ્પના કરી માનસિક શાંતિ મેળવે છે.
પણ ખરી રીતે પાંચ સમવાયથી થતી કાર્યસિદ્ધિના જિનશાસનના ટંકશાળી સિદ્ધાંતના આધારે આપણી વર્તમાન સ્થિતિએ પુરુષાર્થ સિવાયના ચારે કારણો લગભગ કૃતાર્થ થઈ ગયેલા હોઈ પૂર્વોક્ત હેતુઓની કલ્પના વાસ્તવિક ન કહેવાય કેમ કે
નિયતિની પ્રધાનતાએ અવ્યવહારરાશિમાંથી નિષ્ક્રમણ થયું.
અકામનિર્જરામાંથી જન્મતી કર્મલઘુતાના યોગે સંજ્ઞીપંચેન્દ્રિયપણું પ્રાપ્ત થયું અને કર્મલઘુતાથી અકામનિર્જરાના યથોત્તરપ્રકર્ષરૂપ અનંતપુણ્યના બલની ખીલવણી થતાં ઉત્તમક્ષેત્ર, ઇન્દ્રિયપટુતા આદિ ધર્મારાધનાની સામગ્રી મળી. કાલની પ્રધાનતાએ શુક્લપાક્ષિકપણું પ્રાપ્ત થયું. કે જેથી ધર્મક્રિયાઓ પ્રતિ રુચિ
૨૦૬ • ધર્મ અનુપ્રેક્ષા