________________
જિનાલય છે, તેમાં રંગમંડપમાં જમણે, ઝરૂખા જેવા ભાગમાં ભવ્ય શ્વેત પાષાણની પ્રાયઃ ૧ ફૂટની ગુરુમૂર્તિ છે–જેમાં સ્પષ્ટ રીતે અંગુઠાથી માળા ફેરવવાની મુદ્રા દેખાય છે. જેના પર વિ. સં. ૧૬૧ર ને. . રૂનો ઉલ્લેખ છે. લેખ વધુ મોટો મૂર્તિને ચોફેર છે, પણ અસ્પષ્ટ બહુ છે.
(૪) આ જ જિનાલયમાં એક બીજી ગુરુમૂર્તિ ત્યાં જ છે–જેમાં પણ ચાર આંગળી પર માળા સ્પષ્ટ રીતે દેખાય છે અને અંગુષ્ઠજાપ સમર્થિત થતો દેખાય છે. જેના પર વિ. સં. ૨૭૫૨ . સુ રૂનો ઉલ્લેખ છે. લેખ બહુ મોટો છે, પણ અસ્પષ્ટ છે.
આ રીતે શ્રીનમસ્કાર મહામંત્રનો જાપ અંગુષ્ઠથી કરવાના વિધાનને સમર્થક શાસ્ત્ર પ્રમાણાદિનો વિચાર યથામતિ કર્યો છે.
આ પ્રમાણે શાસ્ત્રીય જાપની મર્યાદાના અંગ તરીકે અંગુષ્ઠથી નિયતરૂપે જાપ અતિ મહત્ત્વની વસ્તુ છે, તે ધ્યાનમાં રાખી શ્રીનમસ્કાર મહામંત્રનો જાપ સહુએ કરવો ઘટે..
અંગુષ્ઠજાપનો પ્રભાવ તર્જનીના વચલા વેઢા ઉપર માળા રાખીને અંગુઠાના પહેલા ટેરવાથી ફેરવવાથી ચિત્તસમાધિ જન્મે છે અને તત્કાળ નાભિ, હૃદય અને બ્રહ્મરંધ્રમાં ન વર્ણવી શકાય તેવા આલ્હાદનો સ્પર્શ થાય છે. તેના પ્રભાવે પરિણામશુદ્ધિની વિશિષ્ટ કોટીની પ્રક્રિયાનો સુગમ માર્ગ આરાધક આત્માને સદાને માટે જડી જાય છે. '
માળાની પ્રતિષ્ઠા શ્રીનમસ્કાર મહામંત્રના જાપમાં લેવાતી માળા વિશિષ્ટ કોટિના માંત્રિક સંસ્કારોવાળી જોઈએ.
અર્થાતુ જે રીતે કારીગરને ત્યાં ઘડાઈને તૈયાર થયેલી પ્રભુમૂર્તિમાં વિશિષ્ટ પ્રશસ્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિની સામગ્રીએ ચોક્કસ વિધિ-વિધાનદ્વારાં અધિકારી પુરુષોના વરદ હસ્તે અંજનશલાકાના બળે અત્યુત્તમ ભાવનું સંચારણ થવા રૂપ પ્રાણપ્રતિષ્ઠાદિ સંસ્કારોની અપેક્ષા રહે છે.
તથા આવા માંત્રિક સંસ્કારોના બળે જ મૂર્તિ પ્રભુસ્વરૂપ બની દર્શન-વંદનપૂજાદિને યોગ્ય બને છે અને પ્રશસ્ત ભાવોલ્લાસ–નિર્જરાદિનું અંગ બને છે. તેમ જ અપ્રશસ્તઅશુચિ વાતાવરણ કે મહત્ત્વની આશાતનાદ્વારા તે સંસ્કારોની અસરમાં પરિવર્તન થવાથી પુન અઢાર અભિષેક આદિ કરાવવા પડે છે. તથા ખંડિત મૂર્તિઓને ભૂગર્ભ કે જળાશયમાં પધરાવતાં પહેલાં માંત્રિક સંસ્કારોથી સંચારિત પ્રાણતત્ત્વનું વિસર્જન વિશિષ્ટ માંત્રિક રીતે કરવું પડે છે. તે મુજબ શ્રીનમસ્કાર મહામંત્રનું સ્મરણ જે માળા દ્વારા કરી પ્રબળ મોહના
૨૦૦ • ધર્મ અનપેક્ષા