________________
મૌ. ૮ પા. ૧૬૮-૧૬૯)માં નીચે મુજબની ત્રીજી જ વાત રજૂઆત કરે તે જરા વિચારણીય થઈ પડે છે
“મોક્ષ તણો જે અરથી હોઈ, મધ્યમ અંગુલીસે ગુણ ઈ સોય,
બીજી ત્રીજી સંસાર કાજ ઋદ્ધિરમણી તે આપઈ રાજ.”. આમાં કવિ મોક્ષાર્થી માટે મધ્યમાં અંગુલિનું વિધાન કરતા દેખાય છે, સાથે જ સંસારની ઋદ્ધિ આદિ માટે બીજી-ત્રીજી આંગળીનું વિધાન કરે છે–તો અંગુઠની અપેક્ષાએ “બીજી તર્જની કહેવાય, તેનાથી સાંસારિક સુખની પ્રાપ્તિ શી રીતે ? ઉપરના અનેક પ્રમાણોથી મધ્યમાથી સાંસારિક સુખોની પ્રાપ્તિ જણાવી છે.
કદાચ અંગુષ્ઠની અપેક્ષાએ “ત્રીજી' શબ્દથી મધ્યમાં આવે ખરી, પણ તેમાં બીજી સંગતિ કેમ કરવી ? અને મોક્ષ માટે “મધ્યમા'નો સ્પષ્ટ ઉલ્લેખ પોતે કર્યો છે તેનું કેમ?
આ એક વિચારણીય મુદ્દો છે.
ખરી વાત મને એમ લાગે છે કે–ઋષભદાસ કવિ જેવા પ્રામાણિક, શ્રમણોપાસક આવી પૂર્વાપરવિરોધી વાતની રજૂઆત કરે તે સંગત નથી જણાતું.
એટલે મારી ટુંકી મતિ અનુસાર હિતશિક્ષાના રાસમાં અંગુષ્ઠ જાપ મોક્ષ માટે વિદિત કર્યો હશે (મૂળગાથા ઉપલબ્ધ ન હોવાથી નિશ્ચિત ન કહી શકાય) અને કુમારપાળ રાસમાં તે વખતની કોઈ પ્રચલિત વાતનું પ્રતિપાદન કર્યું હોય, કેમ કે તેમાં સાંસારિક કર્મોની સિદ્ધિ માટે બીજી-ત્રીજી શબ્દો કવિ પોતે સ્પષ્ટ સમજણપૂર્વક વાતની રજૂઆત ન કરી હોવાનું સૂચવે છે, માત્ર સાંભળેલી-જાણેલી વાતની ગૂંથણી કરી હોય એમ સમજાય છે.
આ બધી વિચારણામાં પૂ.આ. શ્રીવિજયસેનસૂરિજી મ. અને પૂ. આ શ્રીવિજયદેવસૂરીશ્વરજી મ. આદિ સમર્થ ગીતાર્થોએ સાધુ-સાધ્વીને પણ આવશ્યક ક્રિયામાં જેની કૃતિ બોલવાનું માન્ય કર્યું છે તે મહાભાગધેય પુણ્યાત્મા શ્રાદ્ધરત્ન શ્રી ઋષભદાસ કવિની વાતની અવહેલના કરવાનો જરા પણ આશય નથી.
આ બધા લખાણનો મૂળહેતુ અંગુઠજાપની વાતનો બધી રીતે વિચાર કરવાનો છે.
આમાં જે કાંઈ જ્ઞાનીઓની મર્યાદા કે મહાપુરુષોના અર્થગંભીર વાક્યોની જુદા સ્વરૂપે રજૂઆત થઈ હોય તો તે સંબંધી સકલ સંઘ સમક્ષ ત્રિવિધ મિથ્યા દુષ્કૃત માંગું છું.
૧૮ વળી પ્રાચીન ગુરુમૂર્તિઓમાં શિલ્પશાસ્ત્રની મર્યાદા પ્રમાણે આચાર્ય ભગવંતોની પ્રવચનમુદ્રા, ઉપાધ્યાય ભગવંતોની અનુયોગમુદ્રા અને સાધુ ભગવંતોની સ્વાધ્યાયમુદ્રાનું વિધાન છે. તે પ્રમાણે ફક્ત સાધુઓની મૂર્તિમાં સ્વાધ્યાયમુદ્રા દર્શાવવા પરમોત્કૃષ્ટ
૧૯૮ • ધર્મ અનપેક્ષા