________________
| નિશ્ચિત સંખ્યા શ્રીનમસ્કાર મહામંત્રનો જાપ કરનારે પોતાની વૃત્તિઓને જગતમાંથી ફેરવીને આત્માભિમુખ કરવા માટે રોજ નિશ્ચિત કરેલ સંખ્યાને વળગી રહેવું જરૂરી છે.
ઔષધ વિજ્ઞાનમાં અમુક નિશ્ચિત કરેલ પ્રમાણસર વપરાતાં ઔષધો કે રસાયણો ચોક્કસ ફળની પ્રાપ્તિ કરાવવામાં મદદગાર થાય છે. તેમ આંતરિક કર્મમળને ઘટાડવા જ્ઞાનીઓએ જણાવેલ મર્યાદાને વળગી રહી સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે.
આપણી ફલલિપ્સાને આધીન બની ક્યારેક વધુ કરી લેવાની લાલચમાં જ્ઞાનીઓના અમુક ચોક્કસ બંધારણની વફાદારી વિના ક્યારેક સમૂળગું રહી જવાની સ્થિતિનું વારણ કરી શકતા નથી. આ
જેટલી સંખ્યાથી જાપ શરૂ કર્યો હોય, તે ધોરણ રોજ નિયતરૂપે ટકાવી રાખવું.
મરજી પ્રમાણે બેદરકારીથી અવ્યવસ્થિતપણે સંખ્યાના ધોરણ વિના કરાતો જાપ શક્તિઓના કેન્દ્રને સર્જી શકતો નથી.
કેમ કે મૂળમાં જ સ્વચ્છંદનું પ્રાધાન્ય રહેલું છે. જ્ઞાનીઓમાં બંધારણને આધારે કરવાની વૃત્તિને બદલે આપણી સગવડે કરવાની વૃત્તિ પ્રધાન છે.
આંતરિક શક્તિઓનાં વિકાસની દિશા સંખ્યાના ધોરણને ચોક્કસ રીતે જાળવવાથી સફળ રીતે મેળવાય છે.
જો સંખ્યામાં ફેરફાર કરવો હોય તો વધારો થઈ શકે, પણ ઘટાડો તો ન જ કરાય. અને વધારો પણ એકવાર કર્યો એટલે પછી તે વધારાયેલી સંખ્યા જ ઠેઠ સુધી જાળવવાના દઢ સંકલ્પ સાથે નભાવવી જરૂરી છે. . . આ પ્રમાણે શ્રીનમસ્કાર મહામંત્રના જાપ માટે જરૂરી સમય-આસન-દિશા-માળા અને સંખ્યાના નિયત બંધારણની મહત્તાનો વિચાર કર્યો છે. ' ઉપરના વિવેચનથી કદાચ કોઈને એમ લાગે કે “શ્રીનવકાર મહામંત્ર ગણવામાં આ બધી માથાકૂટ શી ? શ્રીનવકાર તો ગમે તેમ પણ ગણી શકાય...વગેરે. . પરંતુ ખરીવાત એ છે કે, જ્ઞાનીઓએ ધર્મનાં અન્ય સાધનો કરતાં શ્રીનમસ્કાર મહામંત્રને આશય શુદ્ધિ માટે વધુ ઉપયોગી જાણી અસ્થિમજ્જાનુગત દઢ કરવા માટે વારંવાર અને ગમે તેવી સ્થિતિમાં તેને ગણવાની ભલામણ કરી છે, પણ ઉત્તમ–સુંદર ચીજ પણ વ્યવસ્થિતરૂપે ઉપયોગમાં લેવાય તો જ તેનું વાસ્તવિક ફળ મળી શકે.
એટલે “તિપરિયવિજ્ઞા”ની જેમ નવકાર મહામંત્ર માટે બનવા પામ્યું હોઈ આરાધકો તેના વ્યવસ્થિત ઉપયોગની દિશા કંઈક અંશે ભૂલી જવાના કારણે અત્યધિક પ્રમાણમાં શ્રીનવકારનો જાપ કરવા છતાં આજે કેટલીકવાર તેની સામાન્ય-શક્તિઓ પણ
ધર્મ અનુપ્રેક્ષા • ૨૦૩