________________
સંસ્કારોના અપસર્પણ કરવારૂપ મહત્ત્વનું કાર્ય સાધવું છે તે માળાને પણ માંત્રિક સંસ્કારોની અપેક્ષા, સાધનાના માર્ગે વિહરતા મુમુક્ષુઓ માટે અત્યંત જરૂરી છે. . ગમે તેવી માળા બજારમાંથી લાવી ગણવા માટે ઉપયોગમાં લેવી ઠીક નથી.
પણ જાપ માટે લેવાતી માળા ૧૮ અભિષેક કરેલી, માળાના (આચાર દિનકર)ના પ્રતિષ્ઠામંત્રથી પ્રતિષ્ઠિત અને સૂરિમંત્ર કે વર્તમાન વિદ્યાથી અભિમંત્રિત જોઈએ.
જે રીતે પાષાણની મૂર્તિ વિશિષ્ટ આત્મશક્તિસંપન્ન મહાપુરુષોના વરદહસ્તે પ્રાણપ્રતિષ્ઠાદ્વારા પ્રભુ-ભગવાન સ્વરૂપ બને છે, તે રીતે યોગ્ય અધિકારી મહાપુરુષના આત્મબળના વાહક વિશિષ્ટ માંત્રિક તત્ત્વના સંચારથી માળા એ મોક્ષમાર્ગે સંચરવા ઉદ્યત થયેલ કલ્યાણકામી મુમુક્ષુઓ માટે મોહના સંસ્કારોને હટાવવા અમોઘ શક્તિધર સાધનરૂપ બની જાય છે. - શ્રીનમસ્કાર મહામંત્રનો જાપ જે માળાથી કરાતો હોય તે માળાથી અન્ય કોઈ પણ દેવ-દેવીના મંત્રનો જાપ ન કરવો.
જ્ઞાની-ગીતાર્થોએ તો અમુક પ્રાથમિક ભૂમિકાવાળા આરાધકો માટે તો સાપેક્ષભાવે એવું પણ જણાવ્યું છે કે
શ્રીનમસ્કાર મહામંત્રી ગણવાની માળાથી શ્રીનમસ્કાર મહામંત્ર સિવાય શ્રી સિદ્ધચક્રજી કે શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ આદિ શાસનની મર્યાદાનુસારનો કોઈ પણ ધાર્મિક તપનાં ગણણાં વગેરેનો જાપ અમુક સમય સુધી ન કરવો હિતાવહ છે.”
આ વાત સાપેક્ષ રીતે સાધકની પ્રાથમિક શક્તિઓના વ્યવસ્થિત વિકાસની માત્રાના ઘડતર માટે અત્યંત જરૂરી લાગે છે.
શ્રીનમસ્કાર મહામંત્રનો જાપ રોજ એક જ માળાથી કરવો.
માળાની ફેરબદલી ન કરવાથી શક્તિઓનાં જે બીજકો માળાના મણકા પર અમુક ચોક્કસ રીતે આપણી આંતરિક શુદ્ધિ કે ભાવની ભૂમિકાના બળે કેન્દ્રિત થયા હોય તેનો ઉત્તરોત્તર સામૂહિક લાભ એક જ માળા ઉપર એકધારો અખંડપણે જાપ કરવાથી મળી શકે છે.
કોઈની ગણેલી માળાથી શ્રીનમસ્કાર મહામંત્રનો જાપ ન કરવો. તેમ જ આપણી માળા પણ બીજાને ગણવા આપવી નહી. કોઈના હાથનો સ્પર્શ પણ આપણી માળાને થવા દેવો નહિ.
મંત્રશક્તિ વિશે ઊંડાણથી અવગાહન કરતાં એમ પણ જાણવા મળે છે કે “દરેક જીવ વિષેની શુભાશુભ કર્મપ્રકૃતિઓની પૌદ્ગલિક અસર બે હાથ અને બે પગના અગ્રભાગ-આંગળીઓ અને દૃષ્ટિદ્વારા બહારના વાતાવરણમાં ફેલાય છે.
ધર્મ અનુપ્રેક્ષા - ૨૦૧